નવી દિલ્હીઃ ઈન્ડિયા એ ટીમે દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ પાંચ મેચોની બિન સત્તાવાર વનડે સિરીઝ રમવાની છે. જેની શરૂઆત મંગળવારથી થશે. તેના માટે ભારતીય એ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમની કમાન મનીષ પાંડેને આપવામાં આવી છે જે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સમાપ્ત થયેલી વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનીષ પાંડે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ સિરીઝની પ્રથમ ત્રણ મેચોની ટીમનો કેપ્ટન હશે જ્યારે અંતિમ બે મેચોમાં ટીમની આગેવાની શ્રેયસ અય્યર કરશે. મનીષ પાંડેનો દક્ષિણ આફ્રિકા એ વિરુદ્ધ કમાલનો રેકોર્ડ રહ્યો છે. તેણે આ ટીમની વિરુદ્ધ ઈન્ડિયા એ તરફતી રમતા 9 મુકાબલામાં 210ની એવરેજથી કુલ 630 રન બનાવ્યા છે. તેણે આ ટીમ વિરુદ્ધ 9 મેચોમાં 2 સદી પણ ફટકારી છે. 

નેતાઓ બાદ હવે ક્રિકેટરો પણ કાશ્મીર પર પ્રોપગેન્ડામાં જોડાયા, આફ્રિદી, મિયાંદાદ કરશે LOCનો પ્રવાસ


ટીમ ઈન્ડિયાના સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચહલ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી પરત ફર્યો છે. આ સિરીઝના માધ્યમથી ચહલની પાસે ખુદને સાબિત કરવાની તક છે કારણ કે વિશ્વ કપમાં તેનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું અને તેના પર ઘણા સવાલ ઉઠ્યા હતા. આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 ટીમનો ભાગ રહેલા ક્રુણાલ પંડ્યાને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં ઈશાન કિશન, નિતિશ રાણા અને રિતુરાજ ગાયકવાડને પણ સામેલ કરવામાં આવ્યો છે. 


આ વનડે સિરીઝમાં સૌથી વધુ નજર શુભમન ગિલ પર રહેવાની છે, જેણે ઈન્ડિયા એ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને તેને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી હતી. શુભમન સિવાય વિજય શંકરની પણ ટીમમાં વાપસી થઈ છે જેણે હાલમાં ઈજા બાદ વાપસી કરી છે. વિજય શંકર વિશ્વકપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે ઈંગ્લેન્ડથી પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ વિજય શંકરે તમિલનાડૂ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો. 


50 દિવસ હોસ્પિટલમાં પસાર કર્યાં, 8 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો


બોલરોની વાત કરીએ તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈન્ડિયા એમાં ફાસ્ટ બોલર તરીકે ખલીલ અહમદ, દીપક ચહર તથા શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે. સ્પિનની જવાબદારી યુજવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ પર હશે. 

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ધોનીની પસંદગીની શક્યતા નહિવત

પાંચ બિન સત્તાવાર વનડે મેચોની સિરીઝ માટે ઈન્ડિયા એ ટીમ 
મનીષ પાંડે (કેપ્ટન), રિતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઈ, ઈશાન કિશન, વિજય શંકર, શિવમ દુબે, ક્રુણાલ પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, ખલીલ અહમદ, નિતિશ રાણા.