નેતાઓ બાદ હવે ક્રિકેટરો પણ કાશ્મીર પર પ્રોપગેન્ડામાં જોડાયા, આફ્રિદી, મિયાંદાદ કરશે LOCનો પ્રવાસ
પાકિસ્તાની જનતાને સંબોધિત કરતા ઇમરાન ખાને અપીલ કરી હતી કે પાકિસ્તાની લોકો કાશ્મીરી જનતાના સમર્થનમાં આવે અને શુક્રવારે વિરોધ કરે. હવે ઇમરાનની આ મુહિમમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ આવી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રોષે ભરાયેલા પાકિસ્તાનમાં હવે નેતાઓ બાદ ખેલાડી પણ પ્રોપગેન્ડા ફેલાવવામાં લાગી ગયા છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કાશ્મીરને લઈને ટ્વીટ કરતા જનતાને અપીલ કરી છે કે તે 'કાશ્મીર આવર' સાથે જોડાઈ. આફ્રિદીએ ટ્વીટ કર્યું કે, તે જુમે પર બપોરે 12 કલાકે મજાર-એ-કૈદમાં હાજર રહેશે. આ સાથે તેણે કાશ્મીરી લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે અન્ય લોકોને પણ સામેલ થવાની અપીલ કરી છે.
Let’s respond to PM call for Kashmir Hour as a nation. I will be at Mazar e Quaid at 12 pm on Friday. Join me to express solidarity with our Kashmiri brethren.
On 6 Sep I will visit home of a Shaheed. I will soon be visiting LOC.
— Shahid Afridi (@SAfridiOfficial) August 28, 2019
એટલુ જ નહીં આફ્રિદીએ કથિત રીતે ભારતની ફાયરિંગમાં પીઓકેમાં માર્યા ગયેલા એક વ્યક્તિના ઘરનો પ્રવાસ કરવાની પણ વાત કરી છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે ટૂંક સમયમાં એલઓસીનો પ્રવાસ કરશે. એટલું જ નહીં પૂર્વ પાકિસ્તાની બેટ્મસેન જાવેદ મિયાંદાદે પણ ટ્વીટર પર કર્યું કે, તે એવા લોકોની સાથે છે, જે એલઓસીનો પ્રવાસ કરવાના છે. મિયાંદાદે એક વીડિયો શેર કરીને કહ્યું કે, અમે ત્યાં જઈશું અને શાંતિ માટે પ્રાર્થના કરીશું. મિયાંદાદે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન પોતાના મુદ્દા શાંતિની સાથે ઉકેલે.
I’m with other legends of sports to be visiting Line of Control( LOC), to make my voice heard, bring greater awareness to the terrible situation in Kashmir and call for peace @UN charter. pic.twitter.com/zuRER8W2ll
— Javed Miandad (@ItsJavedMiandad) August 25, 2019
આ વચ્ચે પાકિસ્તાન વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ પણ પીએમ ઇમરાન ખાનની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, તે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઉઠાવશે. કુરૈશીએ કહ્યું કે, તે યૂએનની સામાન્ય સભામાં હાજર રહેશે અને કાશ્મીરના મુદ્દાને ઉઠાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે