Most catches in ODI career: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના નામે ઘણા મોટા રેકોર્ડ છે. તેની યાદીમાં વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો છે. ખાસ વાત એ છે કે આ વખતે વિરાટ કોહલી (Virat Kohli) એ બેટ્સમેન તરીકે નહીં પરંતુ ફિલ્ડર તરીકે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ રેકોર્ડ એશિયા કપ 2023માં નેપાળની ટીમ સામે રમાઈ રહેલી મેચ દરમિયાન બનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુર મંદિર વિવાદ: સૂર્યોદય પહેલાં હટી જશે ભીંતચિત્રો, બેઠકમાં પસાર કરાયા આ 5 ઠરાવ
ફક્ત 10 રૂપિયામાં મોતીની માફક ચમકશે દાંત, ગાયબ થઇ જશે પીળાશ, જાણો કેવી રીતે


વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ
આ મેચની શરૂઆતમાં વિરાટ કોહલી (Virat Kohli) એ એક કેચ છોડ્યો હતો. પરંતુ ઇનિંગ્સની 30મી ઓવરમાં કોહલી (Virat Kohli) એ નેપાળના ઓપનર બેટર આસિફ શેખનો બેસ્ટ કેચ લીધો હતો. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli)નો આ 143મો કેચ હતો. આ સાથે તે ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે ચોથા નંબર પર આવી ગયો છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રોસ ટેલરને પાછળ છોડી દીધો છે.


પેટ ભરીને ભોજન કરો અને વજન પણ ઘટાડો, આ શોધ બાદ થઇ જશો પતળા!
Insurance લેતી વખતે Rider નું પણ રાખો ધ્યાન, લોકો મળી જાય છે આ ફાયદા
આ દેશોમાં નોકરી લાગી તો 5 પેઢી તરી જશે, ડોલરથી પણ વધારે કમાશો રૂપિયા


મહેલા જયવર્દને આ યાદીમાં ટોચ પર
વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને Mahela Jayawardene) ના નામે છે. મહેલા જયવર્દનેએ 448 મેચમાં 218 કેચ પકડ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) બીજા સ્થાને છે. તેમણે 375 મેચમાં 160 કેચ પકડ્યા છે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) પણ સામેલ છે. અઝહરુદ્દીન 334 મેચમાં 156 કેચ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) ચોથા સ્થાને અને રોસ ટેલર 142 કેચ સાથે પાંચમા સ્થાને છે.


દિવસમાં કેટલી વાર ફ્રીજ Off કરવું જોઈએ? જો તમે અત્યાર સુધી ભૂલો કરતા હતા તો જાણી લો
Aliya Riaz: પાકિસ્તાનની 'લેડી ધોની', વિનિંગ સિક્સ ફટકારી મેચ જીતાડવામાં છે માહિર


વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી


મહેલા જયવર્દને      448 મેચ     218 કેચ 
રિકી પોન્ટિંગ      375 મેચ     160 કેચ
મોહમ્મદ અઝહરુદ્દીન     334 મેચ     156 કેચ
વિરાટ કોહલી     277 મેચ     143 કેચ
રોસ ટેલર         236 મેચ     142 કેચ


Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
સમાચાર પત્રોના નીચે કેમ હોય છે આ ચાર અલગ-અલગ કલર? જાણવું છે જરૂરી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube