આ દેશોમાં નોકરી લાગી તો 5 પેઢી તરી જશે, ડોલરથી પણ વધારે કમાશો રૂપિયા
દરેક દેશનું પોતાનું ચલણ હોય છે. આ દેશમાં તે જ કરન્સીમાં વ્યવહારો થાય છે. પરંતુ દુનિયામાં કેટલીક કરન્સી એવી છે જેણે પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે. આ કરન્સીનું મૂલ્ય (Top Currency 2022) વિશ્વના અન્ય દેશોની કરન્સી કરતાં વધારે છે.
Trending Photos
World's Top Currency 2022: દરેક દેશનું પોતાનું ચલણ હોય છે. આ દેશમાં તે જ કરન્સીમાં વ્યવહારો થાય છે. પરંતુ દુનિયામાં કેટલીક કરન્સી એવી છે જેણે પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે. આ કરન્સીનું મૂલ્ય (Top Currency 2022) વિશ્વના અન્ય દેશોની કરન્સી કરતાં વધારે છે. જો કે, ભારતીય રૂપિયાને (INR) ને હજુ સુધી આ કરન્સીમાં સ્થાન મળ્યું નથી. શું તમે ક્યારેય આ મજબૂત કરન્સી પર ધ્યાન આપ્યું છે? ચાલો આપણે અહીં તેમની ચર્ચા કરીએ અને એ પણ સમજીએ કે તેમની સામે ભારતીય ચલણ એટલે કે ભારતીય રૂપિયો ક્યાં છે.
બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ
વિશ્વનું પાંચમું સૌથી મજબૂત ચલણ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (British Pound Sterling) છે. તેનો ચલણ કોડ GBP છે. એક બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ હાલમાં 1.21 યુએસ ડોલરની બરાબર છે. ભારતીય રૂપિયાની તેની તુલના કરીએ તો 104 રૂપિયાની બરાબર છે.
Jordan Dinar
જોર્ડન દિનાર (Jordan Dinar)નો ચલણ કોડ JOD છે. જે વિશ્વનું ચોથું સૌથી મજબૂત ચલણ છે. એક જોર્ડનિયન દિનાર એટલે 1.41 યુએસ ડોલર અથવા 1.16 યુરો બરાબર છે. જો આપણે ભારતીય ચલણમાં તેની કિંમત સમજીએ તો એક જોર્ડન દિનાર 112.24 રૂપિયા બરાબર છે.
ઓમાન રિયાલ
ઓમાન રિયાલ (Oman Rial)વિશ્વનું ત્રીજું સૌથી મજબૂત ચલણ છે. તેનો ચલણ કોડ OMR છે. એક ઓમાન રિયાલની કિંમત 2.60 યુએસ ડૉલર છે. ભારતીય ચલણમાં, એક ઓમાન રિયાલ અત્યારે 206.96 રૂપિયા છે.
બહેરીન દિનાર
બહેરીન દિનાર એ વિશ્વનું બીજું સૌથી મજબૂત ચલણ છે. તેનો ચલણ કોડ BHD છે. એક બહેરીની દિનાર 2.65 યુએસ ડોલર બરાબર છે. ભારતીય ચલણમાં એક બહેરીની દિનાર હાલમાં રૂ. 211.07 છે.
કુવૈતી દિનાર
clacified.com મુજબ, કુવૈતી દિનાર (Kuwaiti Dinar) વિશ્વની સૌથી શક્તિશાળી ચલણ છે. તેનો ચલણ કોડ KWD છે. તમે અંદાજ લગાવી શકો છો કે આજે એક કુવૈતી દિનારનું મૂલ્ય 3.26 અમેરિકન ડોલર (USD) છે. જો ભારતીય ચલણમાં જોવામાં આવે તો એક કુવૈતી દિનારની કિંમત 259.52 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે