સાળંગપુર મંદિર વિવાદ: સૂર્યોદય પહેલાં હટી જશે ભીંતચિત્રો, બેઠકમાં પસાર કરાયા આ 5 ઠરાવ

salangpur temple controversy: સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદ મોટા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં  મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.

1/5
image

1. વડતાલના પીઠાધીશ્વર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ વૈદીક સનાતન ધર્મનું એક અંગ છે અને તે વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ, હિન્દુ આચારોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી. 

2/5
image

2. સાળંગપુર મંદિર ખાતેના ભીંતચીત્રોથી લાગણી દુભાણી છે તેને આવતીકાલે સૂર્યોદય થતાં પહેલા લઈ લેવામાં આવશે. 

3/5
image

3. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો/સંતો સાથે વિચાર ચર્ચા બેઠક ટૂંક સમયમાં યોજાશે. આ તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક યોજવામાં આવશે. 

4/5
image

4. વડતાલ ના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે તમામ સંતોને કોઈ વિવાદાસ્પદ વાણી વિલાસ ન કરવા માટેની સૂચના આપી છે. 

5/5
image

5. વિશ્વ હિન્દુ પરિષદ સંતો તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદોના પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય થયેલ છે. તેથી કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.