નવી દિલ્હી : બે દિવસ પહેલાં જ ઇન્ડિયન પ્રીમિયર લિગની 2020ની સિરિઝ માટે નિલામી (IPL Auction) પુરી થયા પછી આખી ટીમ બદલાઈ ગઈ છે. આ નિલામીમાં વિરાટ કોહલી (Virat Kohli)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (Royal Challengers Banglore)એ 8 ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. કોહલી હવે પોતાની નવી ટીમથી બહુ ખુશ છે. આ વખતે બેંગ્લુરુની ટીમે ક્રિસ મોરિસને 10 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે અને તે ટીમનો સૌતી મોંઘો ખેલાડી બન્યો છે. મોરિસ સિવાય ટીમમાં એરોન ફિન્ચ (4.4 કરોડ રૂપિયા) અને કેન રિચર્ડસન (4 કરોડ રૂપિયા) પર પણ મોટી બોલી લગાવવામાં આવી છે. આ સિવાય ડેન સ્ટેન (બે કરોડ રૂપિયા)ની બેઝ પ્રાઇઝ પર ટીમમાં સાથે આવ્યો છે. નવા ખેલાડીઓમાં કેન રિચર્ડસન, ઇસુરુ ઉદાના, જોસુઆ ફિલીપ, પવન દેશપાંડે અને શાહબાદ અહમદ શામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 : હરાજી પછી ફ્રેન્ચાઈઝી ટીમોનું બદલાયું સ્વરૂપ, જૂઓ Full Squad


ગુરુવારે થયેલી આઇપીએલની નિલામીમાં નવા ખેલાડીઓને ખરીદવાના નિર્ણયથી વિરાટ કોહલી સંતુષ્ટ છે. તેણે નિવેદન આપ્યું છે કે અમે જે ખેલાડીઓની પસંદગી કરી છે એનાથી હું બહુ ખુશ છું અને તેમની સાથે કામ કરવા તૈયાર છું. અમે ટીમના ફોર્મેટ અને સંતુલન પર બહુ ચર્ચા કરી છે. મને આ ટીમ મજબુત લાગી રહી છે અને હવે ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે એની પર બધી વાતનો આધાર છે. 


IPL 2020: માત્ર 17 કરોડ ખિસ્સામાં લઈને બેસેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે ખાસ બાબત પર કર્યું હતું ફોકસ


ટીમના ડિેરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન માઇક હેસને પણ ટીમ માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. વિરાટ કોહલીની ટીમે છેલ્લી સિઝનમાં છેલ્લું સ્થાન મેળવ્યું હતું. ટીમ ગઈ સિઝનમાં 14માંથી માત્ર 5 મેચ જીતી હતી. ગઈ સિઝનમાં ટીમ છઠ્ઠા સ્થાન પર હતી. 


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમમાં વિરાટ કોહલી(કેપ્ટન), એ.બી. ડિવિલિયર્સ, ગુરકીરત સિંહ, દેવદત્ત પિડિક્કલ, શિવમ દુબે, પવન નેગી, મોઈન અલી, વોશિંગટન સુંદર, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ક્રિસ મોરિસ, એરોન ફિન્ચ, ડેલ સ્ટેન, કેન રિચર્ડસન, ઈસુરુ ઉદાના, જોશુઆ ફિલિપ, પવન દેશપાંડે  અને શાહબાઝ અહેમદનો સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....