Rohit Sharma ની કેપ્ટનશીપમાં નથી રમવા માંગતો Virat Kohli? સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝમાંથી પાછું લીધું નામ!
નવી દિલ્હીઃ હાલમાં જ BCCIએ વિરાટ કોહલીને વનડે કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવ્યો છે, જે બાદ ટીમ ઈન્ડિયામાં કેટલાક વિવાદો થયા હોવાના અહેવાલો છે. અહેવાલ છે કે BCCIના આ નિર્ણયથી વિરાટ કોહલી હજુ પણ નારાજ છે અને તેણે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી વનડે શ્રેણીમાંથી નામ પાછું લીધું છે. અંગ્રેજી અખબાર 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાંથી નામ પાછું લીધું છે. વિરાટે પોતાને 'અન અવેલેબલ' ગણાવ્યા છે. જો આમ થશે તો ભારતીય ટીમ વનડે શ્રેણીમાં વિરાટ વગર જશે.
વિરાટ કોહલીએ કેપ્ટન્સી છિનવાયા બાદ આપ્યું મોટું નિવેદન, ઈન્સ્ટા પોસ્ટથી બધા ચોંકી ગયા
કોહલી રોહિતની કેપ્ટનશીપમાં રમવા નથી માંગતો?
આનો અર્થ એ થશે કે વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતા જોવા નહીં મળે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યાં તેણે 3 મેચની ટેસ્ટ શ્રેણી અને એટલી જ મેચોની વનડે શ્રેણી રમવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી પ્રથમ વનડે મેચ રમાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કોહલી પોતાની પુત્રી વામિકાના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે સમય કાઢી રહ્યો છે.
Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! સામે આવી તસવીરો
સાઉથ આફ્રિકા વનડે સિરીઝમાંથી નામ પાછું લીધું!
વામિકાનો જન્મ ગયા વર્ષે 11 જાન્યુઆરીએ થયો હતો અને ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ કોહલી પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવાનો પ્લાન બનાવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને વનડે મેચ 19 જાન્યુઆરીથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ 4 ટી20 મેચ રમવાની હતી, પરંતુ ઓમિક્રોનના કારણે 17 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી પ્રવાસ પાછળ ધકેલવો પડ્યો હતો, જેના કારણે ટી20 શ્રેણી રદ કરવામાં આવી હતી.
કોઈપણ રોકાણ વગર કરો તગડી કમાણી! ICICI ની આ ઓફર જાણીને બદલો તમારું કિસ્મત!
વિરાટ હવે વનડે અને T20ના કેપ્ટન નથી-
ગયા મહિને, વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડ સામેની T20I શ્રેણી માટે પણ આરામ આપવામાં આવ્યો હતો અને મુંબઈ ટેસ્ટમાં પરત ફરતા પહેલા કાનપુર ટેસ્ટ માટે પણ આરામ આપવામાં આવ્યો હતો, જે ભારતે શાનદાર રીતે જીત્યો હતો. તેણે અગાઉ 2021 T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જે ભારત માટે સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હતી. રોહિત શર્માએ અત્યાર સુધી 10 વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. તેની કેપ્ટનશિપમાં ભારતે એશિયા કપ ટ્રોફી પણ જીતી છે.
Alia Bhatt એ Saif Ali Khan ના પુત્રને કર્યો રિજેક્ટ! કારણ જાણીને કરીનાને લાગશે ખરાબ!
BCCI સામે મોટી મુશ્કેલી-
વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી છે અને હવે સમાચારો અનુસાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી આરામ લેવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીના આરામના સમાચાર પણ ચોંકાવનારા છે કારણ કે તેને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી આ પગલું કેમ ઉઠાવી રહ્યો છે? અત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI માટે મુશ્કેલી વધી ગઈ છે.
રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની ઈજા ગંભીર હોવાનું કહેવાય છે અને આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ સામે સમસ્યા એ છે કે હવે વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે? જો વિરાટ કોહલી પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે, તો તે તેના માટે ઉપલબ્ધ નહીં હોય. બીસીસીઆઈએ પણ વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જાહેરાત કરી નથી.
આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video
કોણ બનશે તેંડુલકરનો જમાઈ? કોની સાથે ડેટ પર ગઈ હતી સચિનની પુત્રી સારા? જુઓ Pics
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube