IPL 2020: અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથીઃ સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગ
સ્ટીફન ફ્લેમિંગે કહ્યુ કે, અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથી. તેમણે આ વાત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનના સંદર્ભમાં કહી. વોટસન શરૂઆતી મેચોમાં ફ્લોપ થયા બાદ રવિવારે ધમાકેદાર બેટિંગ કરી હતી.
દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming)એ કહ્યુ કે, ખરાબ પરિણામ છતાં તેની ટીમે પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન (Shane Watson)નું ફોર્મ તેનું ઉદાહરણ છે કે તેમનો નિર્ણય યોગ્ય હતો.
ઓપનિંગ બેટ્સમેન વોટસને પાંચમી મેચમાં 53 બોલ પર 83 રન બનાવ્યા જેની મદદથી ચેન્નઈએ હારની હેટ્રિક બાદ રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબને દસ વિકેટથી પરાજય આપ્યો હતો.
ફ્લેમિંગે મેચ બાદ ઓનલાઇન પ્રતિક્રિયામાં કહ્યુ, 'તેનાથી મદદ મળે છે કારણ કે ખેલાડીઓને ખ્યાલ હોય છે કે તેને વધુ તક મળશે. અમે ટીમમાં ફેરફારની જગ્યાએ નબળાઈને ઠીક કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. તમને તે પણ ખ્યાલ નથી હોતો કે ફેરફાર ઉપયોગી સાબિત થશે કે નહીં.'
તેમણે કહ્યું, 'અમે સુધારનો પ્રયાસ કરીએ છીએ અને ખેલાડી ફોર્મમાં આવે ત્યાં સુધી તેનો સાથ આપીએ છીએ.' તે પૂછવા પર વોટસને ખરાબ ફોર્મમાંથી બહાર આવવું શું કહ્યું તો ફ્લેમિંગે કહ્યુ, કંઈ નહીં. તેમણે કહ્યું- અનુભવી ખેલાડીની આ તાકાત હોય છે. જો તે નેટ્સ પર ખરાબ ફોર્મમાં હોય તો સમસ્યા હોય પરંતુ તે સારૂ રમી રહ્યો છે. આ સમયની વાત હોય છે. તેનું ફોર્મ અમારા માટે મહત્વનું છે.
RCB vs DC: શાનદાર ફોર્મમાં રહેલી બે ટીમો વચ્ચે ટક્કર, દિલ્હી સામે બેંગલોરનો મુકાબલો
દસ વિકેટે જીત છતાં કોચે કહ્યું કે, તેની ટીમ સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. તેમણે કહ્યું, આ પ્રકારના પ્રદર્શનથી ઘણું ઢંકાઇ જાય છે પરંતુ અમે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. ફાફ સારૂ રમી રહ્યો હતો અને હવે વોટસન ફોર્મમાં આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube