મેલબોર્નઃ પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ સોમવાર (15 એપ્રિલ)એ આગામી વિશ્વ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. તેની 15 સભ્યોની ટીમની બે ખાસિયત છે. પ્રથમ, આશરે એક વર્ષના પ્રતિબંધ બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથની ટીમમાં વાપસી થઈ છે. બીજીતરફ આ ટીમને જોઈને તે અંદાજ લગાવી શકાય કે તેની રણનીતિ બોલરો પર ફોકસ છે. વિશ્વ કપ ઈંગ્લન્ડમાં 30 મેથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાએ ટીમની કમાન એરોન ફિન્ચને સોંપી છે. તેને ભારત અને પાકિસ્તાનને તેના ઘરઆંગણે હરાવવાનું ઈનામ મળ્યું છે. આ પહેલા તેની આગેવાનીને લઈને સવાલ ઉઠાવવામાં આવતા હતા. તે પણ માનવામાં આવી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સ્મિથને ફરી ટીમની કમાન સોંપી શકે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમે ફિન્ચની આગેવાનીમાં ફેબ્રુઆરી અને માર્ચમાં ભારત અને પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી અને કાંગારૂ પસંદગીકારો માટે કામ આસાન થઈ ગયું હતું. 


ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં માત્ર છ નિષ્ણાંત બેટ્સમેન છે. તેમાં એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ અને ગ્લેન મેક્સવેલ સામેલ છે. ઘણા નિષ્ણાંત મેક્સવેલને ઓલરાઉન્ડરની શ્રેણીમાં રાખે છે. એટલે જો આપણે તેને ઓલરાઉન્ડર માન્યે તો ટીમમાં માત્ર પાંચ નિષ્ણાંત બેટ્સમેન વધશે. 


વિશ્વ કપ માટે આ 5 ખેલાડી પણ હતા દાવેદાર, પરંતુ ન મળી લંડનની ટિકિટ 


આ રીતે ટીમમાં સાત નિષ્ણાંત બોલર છે. તેમાં જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર-નાઇટ, પેટ કમિન્સ, નાથન લાયન, ઝાયે રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા સામેલ છે. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેક્સવેલ પણ બોલિંગ કરી શકે છે. એટલે કે ટીમમાં નવ એવા ખેલાડી છે, જે નિષ્ણાંત બોલર છે કે નિયમિત બોલિંર કરવામાં સક્ષમ છે. 


આ સિવાય ટીમમાં એક વિકેટકીપર એલેક્સ કેરી છે. તેના બેકઅપ તરીકે અન્ય વિકેટકીપરને સામેલ કરવામાં આવ્યો નથી. પીટર હૈંડ્સકોમ્બ નિષ્ણાંત બેટ્સમેન હોવા છતાં ભારતના પ્રવાસમાં વિકેટકીપિંગ કરી હતી. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે, તે બીજા વિકેટકીપર બેટ્સમેન તરીકે દાવેદારૂ રજૂ કરી રહ્યો હતો. પરંતુ પસંદગીકારોએ તેને ગંભીરતાથી લીધો નથી. 


World Cup 2019: ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો 

વિશ્વ કપ સમયે 14 સભ્યોની ઓસ્ટ્રેલિયા-એ ટીમ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ટીમો વિરુદ્ધ મેચ રમશે. જો વિશ્વ કપમાં કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો ઓસ્ટ્રેલિયા-એ ટીમમાંથી કોઈ ખેલાડીને સબ્સ્ટીટ્યૂટ તરીકે પસંદ કરવામાં આવશે. મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોંસે કહ્યું, શાનદાર ખેલાડીઓની હાજરી અને પ્રત્યેક સ્થાન માટે થયેલી પ્રતિસ્પર્ધાને કારણે 15 સભ્યોની ટીમ પસંદ કરવી મુશ્કેલ રહ્યું, દુર્ભાગ્યરીતે હાલમાં ભારત અને યૂએઈનો પ્રવાસ કરનારી ટીમમાં સામેલ પીટર હૈંડ્સકોમ્બ, એશ્ટન ટર્નર અને કેન રિચર્ડસનને વિશ્વ કપમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સ્મિથ, વોર્નર અને સ્ટાર્કને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બહાર કરવામાં આવેલા ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા-એ ટીમમાં રહેશે. 


ટીમ (સંયોજન): 
નિષ્ણાંત બેટ્સમેનઃ એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ.
નિષ્ણાંત બોલરઃ જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, નાથન લાયન, ઝાયે રિચર્ડસન, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા. 
ઓલરાઉન્ડરઃ માર્કસ સ્ટોઇનિસ.
વિકેટકીપરઃ એકેલ્સ કેરી.