નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. પરંતુ ભારતીય ટીમની જાહેરાત સાથે આગામી વિશ્વ કપ-2019નું કાઉનડાઉન પણ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ દ્વારા આજે વિશ્વ કપ માટે ભારતના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ત્રીજો વિશ્વ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમનો સૌથી મોટો આધાર સ્તંભ મહેન્દ્ર સિંહ ધોની (37 વર્ષ) ટીમમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તો રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ (24 વર્ષ) ટીમનો સૌથી યુવા ખેલાડી છે. ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેની ઉંમર 30 કે તેથી વધુ છે. જ્યારે 9 ખેલાડીઓની ઉંમર 30 વર્ષની અંદર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમના ખેલાડીઓની ઉંમર


ખેલાડી          ઉંમર
વિરાટ કોહલી    30 વર્ષ 
શિખર ધવન     33 વર્ષ
રોહિત શર્મા      31 વર્ષ
એમએસ ધોની   37 વર્ષ 
કેએલ રાહુલ     26 વર્ષ
કેદાર જાધવ     34 વર્ષ
હાર્દિક પંડ્યા     25 વર્ષ   
વિજય શંકર     28 વર્ષ
ભુવનેશ્વર કુમાર  29 વર્ષ
જસપ્રીત બુમરાહ 25 વર્ષ
મોહમ્મદ શમી    29 વર્ષ
યુજવેન્દ્ર ચહલ    28 વર્ષ
કુલદીપ યાદવ   24 વર્ષ
રવિન્દ્ર જાડેજા    30 વર્ષ


World Cup 2019: 16 જૂને ભારત VS પાકિસ્તાન, જાણો વિશ્વ કપનો સંપૂર્ણ કાર્યક્રમ
 


વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા. 


વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ


1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન


2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન


3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન


4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન


5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન


6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન


7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન


8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ


9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ 

World Cup 2019: બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ