નવી દિલ્હીઃ આગામી મહિને શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે પસંદગીકારો જ્યારે સોમવારે ભારતીય ટીમને પસંદ કરવા બેઠક કરશે તો બીજા વિકેટકીપર, ચોથા નંબરનો સ્લોટ અને વધારાનો ફાસ્ટ બોલર મુખ્ય મુદ્દો હશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે સિરીઝમાં વિરાટ કોહલીએ સંકેત આપ્યા હતા કે માત્ર એક સ્થાન બાકી છે, જ્યારે મુખ્ય ટીમ એક વર્ષ પહેલા જ નક્કી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપમાં ભારતીય ટીમના સભ્ય લગભગ નક્કી છે, પરંતુ ટીમ સંયોજન પર વિચાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા વિકેટકીપર માટે યુવા રિષભ પંતનો મુકાબલો અનુભવી દિનેશ કાર્તિક સાથે છે. પંત અત્યાર સુધી આઈપીએલમાં 222 રન બનાવી ચુક્યો છે જ્યારે કાર્તિકે 93 રન બનાવ્યા છે. પંતનું પલડું ભારે લાગી રહ્યું છે, કારણ કે તે પહેલાથી 7માં નંબર સુધી ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. વિકેટકીપિંગમાં સુધારની જરૂર છે, પરંતુ કાર્તિકનું છેલ્લા એક વર્ષનું પ્રદર્શન એવું નથી કે તે પુરજોર દાવો રજૂ કરી શકે. 


World Cup 2019: નંબર-4 પર આ ખેલાડીઓને મળી શકે છે તક 


ત્રીજા ઓપનિંગ બેટ્સમેન માટે કેએલ રાહુલનો દાવો પણ મજબૂત છે, જેને આઈપીએલમાં અત્યાર સુધી 335 રન બનાવી લીધા છે. તે ત્રીજા ઓપનિંગ બેટ્સમેન સિવાય બીજા વિકેટકીપરની ભૂમિકા નિભાવી શકે છે. રાહુલને લેવાથી ચોથા નંબરના બેટ્સમેનના રૂપમાં અંબાતી રાયડૂ માટે જગ્યા બની શકે છે. 


નવેમ્બર રાયડૂ ચોથા નંબર માટે કોહલી અને રવિ શાસ્ત્રીની પ્રથમ પસંદ હતો, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાનો તેનો નિર્ણય અને ફાસ્ટ બોલરો વિરુદ્ધ નબળી ટેકનિક તેની વિરુદ્ધ ગઈ છે. ટીમ મેનેજમેન્ટ જો વિજય શંકરને પસંદ કરે તો રાયડૂ માટે દરવાજા બંધ થઈ જશે. ઈંગ્લેન્ડની ફાસ્ટ પિચો પર ચોથો વધારાનો ફાસ્ટ બોલર પસંદ કરવો આસાન રહેશે નહીં. ઉમેશ યાદવ સતત સારૂ પ્રદર્શન કરી શક્યો નથી જ્યારે ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહમદમાં પરિપક્વતાની કમી છે. 


World Cup 2019 માટે વીરેન્દ્ર સેહવાગે પસંદ કરી પોતાની ટીમ


સંભવિત ટીમ
ખેલાડી જેની પસંદગી લગભગ નક્કી છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા. 


15મો સભ્યઃ વિકલ્પ- બીજો વિકેટકીપરઃ રિષભ પંત/ દિનેશ કાર્તિક
ચોથો નંબરઃ અંબાતી રાયડૂ
ચોથો ફાસ્ટ બોલરઃ ઉમેશ યાદવ / ખલીલ અહમદ / ઇશાંત શર્મા / નવદીપ સૈની.