World Cup 2019: નંબર-4 પર આ ખેલાડીઓને મળી શકે છે તક
World Cup 2019 માટે કેટલાક ખેલાડીઓની વિશ્વ કપ માટે પસંદગી નક્કી છે, ખાસ કરીને ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી. પરંતુ નંબર 4 પર ક્યો બેટ્સમેન રમશે આ સવાલ હજુ પણ યથાવત છે.
Trending Photos
નવી દિલ્હીઃ 15 એપ્રિલે ભારતીય પંસદગીકારો વિશ્વ કપ (ICC world Cup 2019)માટે ટીમની પસંદગી કરશે. વિશ્વ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાનો છે. કેટલાક ખેલાડીઓની વિશ્વ કપ માટે પસંદગી નક્કી છે, ખાસ કરીને ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી. પરંતુ નંબર 4 પર ક્યો બેટ્સમેન રમશે આ સવાલ હજુ પણ યથાવત છે. અહીં અમે તે ખેલાડીઓની ચર્ચા કરીશું જે નંબર-4ની સમસ્યાનું સમાધાન બની શકે છે.
રિષભ પંતઃ આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર એક્સપોઝર મળ્યા બાદ
વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને વિશ્વ કપ ટીમમાં સામેલ કરવા માટે ઘણી ચર્ચા છે. પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારીને જીતની પટકથા લખી હતી. આ સદીની સાથે તે પ્રથમ એવો વિકેટકીપર બન્યો હતો, જેણે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી હતી.
વિકેટકીપિંગમાં પણ પંતે તે સમયે પ્રભાવિત કર્યાં જ્યારે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક 20 કેચ ઝડપ્યા હતા. પરંતુ વનડેમાં તેની કીપિંગને લઈને આલોચના થઈ હતી. પરંતુ આઈપીએલને ધ્યાનમાં રાખીને કિરણ મોરેની સાથે પોતાની વિકેટકીપિંગમાં સુધાર કર્યો છે. આશા છે કે પંત બીજા વિકેટકીપરના રૂપમાં વિશ્વ કપની ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. વિકેટકીપરના રૂપમાં એમએસ ધોની પ્રથમ પસંદ છે, પરંતુ જો પંતને તક મળે તે તે નંબર-4ની સમસ્યા હલ કરી શકે છે.
કેએલ રાહુલઃ કેએલ રાહુલનું 15 સભ્યોની ટીમમાં હોવું ટીમને વજનદાર બનાવી શકે છે. તેની અંદર નંબર-4 પર બેટિંગ કરવાની ક્ષમતા છે. ટીમ મેનેજમેન્ટ માટે નંબર 4 પર કોણ બેટિંગ કરશે તે મોટી સમસ્યા છે. રાહુલ વિશ્વ કપમાં આ જવાબદારી આસાનીથી નિભાવી શકે છે. આઈપીએલમાં મુંબઈ વિરુદ્ધ સદી ફટકારીને તેણે પોતાનો દાવો મજબૂત કર્યો છે. તેણે 64 બોલમાં સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં હાર્દિક પંડ્યાની સાથે ટીવી પર મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા માટે તેણે સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. પરંતુ તે આ ઘટનામાંથી બહાર આવીને ક્રિકેટ પર ધ્યાન આપી રહ્યો છે.
દિનેશ કાર્તિકઃ વિશ્વ કપની ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક મજબૂત દાવેદાર છે. કાર્દિકમાં પરિવર્તનક્ષમતા છે. તે નંબર-4 પર રમી શકે છે. પરંતુ પસંદગીકારોએ તેને વિશ્વ કપ પહેલા રમાયેલી અંતિમ વનડે શ્રેણી દરમિયાન ટીમમાંથી બહાર રાખ્યો હતો. તે આઈપીએલમાં કોલકત્તાનું નેતૃત્વ કરી રહ્યો છે.
અંબાતી રાયડૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનાર રાયડૂ પણ વિશ્વ કપની ટીમના દાવેદારોમાંથી છે. 33 વર્ષના રાયડૂએ છેલ્લા કેટલાક સમયથી પોતાની બેટિંગથી પોતાના આ દાવાને મજબૂત કર્યો છે. તે હાલમાં ભારતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી હોમ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો. પસંદગીકારો તેના નામ પર પણ વિચાર કરશે. વિરાટ પણ આ પહેલા રાયડૂને નંબર-4નો સૌથી મોટો દાવેદાર બતાવી ચુક્યો છે.
કેદાર જાધવઃ કેદાર જાધવ ભારતનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે. કેટલાક લોકોનું માનવું છે કે, વિશ્વ કપમાં તેની પસંદગી હંમેશા નક્કી છે, પરંતુ તેની સાથે હંમેશા ઈજાનું દુર્ભાગ્ય રહે છે. આઈપીએલમાં તેનું પ્રદર્શન સરેરાશ કર્યું છે. પરંતુ તેનામાં નંબર-4 પર રમવાની ક્ષમતા નિશ્ચિત છે. તે ભારતનો છઠ્ઠા બોલરનો વિકલ્પ પણ હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે