નવી દિલ્હીઃ બેતાજ બાદશાહ! ચાલુ વર્ષેના ક્રિકેટ રેકોર્ડ માટે ટીમ ઈન્ડિયા (Team India) પર આ બે શબ્દો એકદમ સચોટ બેસે છે. ભારતીય ક્રિકેટ ટીમ(Team India) આમ તો આ વર્ષે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકી ન હતી. જોકે, ચાલુ વર્ષના અંતે ક્રિકેટના રેકોર્ડ્સ પર નજર નાખીએ તો ભારત સામે દુનિયાની એક પણ ટીમ આવતી નથી. ભારતીય ટીમે આ વર્ષે સૌથી વધુ વન ડે(One Day) મેચ જીતી છે. વર્ષમાં સૌથી વધુ રન ભારતીય બેટ્સમેનોએ(Indian Players) બનાવ્યા છે. આ વર્ષે સૌથી વધુ વિકેટ(Wicket) પણ ભારતીય બોલરોએ લીધી છે અને આ ઉપરાંત પણ એવા અનેક રેકોર્ડ છે જેની સામે એક પણ ટીમ કે ખેલાડીનું નામ આવતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષમાં સૌથી વધુ વિજય 
ભારતે(Team India) આ વર્ષે સૌથી વધુ 19 મેચ(Most Win) જીતી છે. ભારતનો સફળતાનો દર 70.37% રહ્યો છે. ભારતે 2019માં કુલ 28 મેચ રમી હતી, જેમાંથી 8 મેચમાં તેનો પરાજય થયો છે. એક મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડીઝે (West Indies) પણ વર્ષમાં આટલી જ મેચ રમી છે. આ રીતે બંને ટીમ વર્ષમાં સૌથી વધુ મેચ રમવા બાબતે સંયુક્ત રીતે નંબર-1 રહી છે. વેસ્ટ ઈન્ડીઝ વર્ષમાં 10 મેચ જ જીતી શક્યું છે. 


ભારતીય ટીમ 2019માં 28માંથી 8 મેચ હારી છે. આ આંકડો ખરાબ કહી શકાય નહીં. જોકે, ભારતીય ક્રિકેટ પ્રશંસકો વિર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેનો પરાજય કદાચ જ ભુલી શકશે. ભારતીય ટીમ આ મેચમાં વિજયના દાવેદાર તરીકે ઉતરી હતી, પરંતુ કીવી ટીમ 'કોહલી એન્ડ કંપની' પર ભારે પડી હતી. 


2019 T20 Records : સૌથી વધુ ફિફ્ટી બાબતે વિરાટ, કે.એલ. રાહુલ અને રોહિત ટોપ-10માં


રોહિત શર્મા નંબર-1 બેટ્સમેન
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે સૌથી વધુ મેચ જીતવાની સાથે જ વ્યક્તિગત રેકોર્ડમાં પણ તેના ખેલાડીઓ પણ વ્યક્તિગત રેકોર્ડમાં આગળ રહ્યા છે. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 28 મેચની 27 ઈનિંગ્સમાં 57.30ની સરેરાશ સાથે 1490 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવવા બબાતે બીજા નંબરે છે. તેણે 26 મેચમાં 1377 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝનો શાઈ હોપ 1345 રન સાથે ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ (1276 રન) સાથે ચોથા અને પાકિસ્તાનનો બાબર આઝમ (1092 રન) સાથે પાંચમા નંબરે છે. 


મોહમ્મદ શમી નંબર-1 બોલર
વર્ષ 2019માં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ભારતના મોહમ્મદ શમીએ લીધી છે. તેણે આ વર્ષે 21 મેચ રમી છે અને 42 વિકેટ લીધી છે. ટ્રેન્ટ બોલ્ટ 20 મેચમાં 38 વિકેટ સાથે બીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન (35 વિકેટ) સાથે ત્રીજા, બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહેમાન (34 વિકેટ) સાથે ચોથા અને ભારતનો ભુવનેશ્વર (33 વિકેટ) સાથે પાંચમા ક્રમે છે. ભારતના સ્પિનરોમાં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે પણ આ વર્ષે વધુ વિકેટ લીધી છે. કુલદીપ 32 વિકેટ સાથે લિસ્ટમાં છઠ્ઠા અને યુજવેન્દ્ર ચહલ 29 વિકેટ સાથે 9મા નંબરે છે.


IPL 2020: આઈપીએલની આગામી સીઝનની તારીખ જોઈને ફ્રેન્ચાઈઝીઓના હોશ ઉડ્યા, જાણો કારણ 


સૌથી વધુ સેન્ચુરી ભારતીયોના નામે
આ વર્ષે સૌથી વધુ સેન્ચુરી ફટકારવા બાબતે પણ ભારતના ખેલાડી અગ્રેસર રહ્યા છે. રોહિત શર્માએ આ વર્ષે 7 સદી ફટકારી છે. તેણે સદી ફટકારવાની બાબતે પોતાના જ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી ટક્કર મળી છે. કોહલીએ આ વર્ષે 5 સદી ફટકારી છે. આ રીતે સૌથી વધુ સેન્ચુરી ફટકારવા બાબતે ભારતના બે બેટ્સમેન ટોચના ક્રમે રહ્યા છે. એરોન ફિન્ચ અને શાઈ હોપ 4-4 સેન્ચુરી ફટકરીને ક્રમશઃ ત્રીજા નંબરે રહ્યા છે. ડેવિડ વોર્નર, જેસન રોય, જોસ બટલર, જોની બેયરસ્ટો, બાબર આઝમ, માર્ટિન ગપ્ટિલ, જો રૂટ, ઈમામ ઉલ હક અને એન્ડી બલબિર્નીએ આ વર્ષે 3-3 સેન્ચુરી ફટકારી છે. 


IPL 2020 : હરાજી પછી ફ્રેન્ચાઈઝી ટીમોનું બદલાયું સ્વરૂપ, જૂઓ Full Squad


ક્રિસ ગેલે લગાવ્યા સૌથી વધુ છગ્ગા
વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેલે 2019માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે 17 મેચમાં 56 છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ખેલાડી આ રેસમાં ટોપ-3માં સ્થાન મેળવી શક્યા નથી. રોહિત શર્મા 36 છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે રહ્યો છે. 36 છગ્ગા સાથે ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ પણ ત્રીજા નંબરે છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન ઈયોન મોર્ગન 42 છગ્ગા ફટકારીને બીજા નંબરે છે. જોસ બટલર 32 છગ્ગા સાથે 5મા નંબરે રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....