નવી દિલ્હી: જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો, તો તમને કેશબેક મળી શકે છે. એપ પર 105 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. આ ઓફર WhatsApp પેમેન્ટ પર ઉપલબ્ધ છે. એટલે કે, જો તમે WhatsApp પેમેન્ટ કરો છો, તો તમને 105 રૂપિયાનું કેશબેક મળી શકે છે. કંપની પોતાની પેમેન્ટ સર્વિસ તરફ લોકોને આકર્ષવા માટે આ ઓફર આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે, પરંતુ મોટાભાગના લોકો ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમનો ઉપયોગ કરે છે. મર્યાદિત સંખ્યામાં લોકો WhatsApp પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યાં છે. કેશબેક ઓફરની મદદથી એપ નવા ગ્રાહકોને તેની પેમેન્ટ સેવા સાથે જોડવા માંગે છે. એપ પર 105 રૂપિયાનું કેશબેક ઉપલબ્ધ છે, જેનો લાભ તમે લઈ શકો છો. વાસ્તવમાં, WhatsApp પર ત્રણ પેમેન્ટ પર 35 રૂપિયાનું કેશબેક ઉપલબ્ધ છે. કેશબેક મેળવવા માટે કોઈ વ્યવહાર મર્યાદા નથી.


Indian Railways: રેલ્વેએ શરૂ કરી નવી જ સુવિધા: હવે ચપટી વગાડતા મળશે કન્ફર્મ સીટ! કેવી રીતે બુક થશે?


એટલે કે યૂઝર્સ વોટ્સએપ પેમેન્ટથી તમે 1 રૂપિયો ટ્રાન્સફર કરીને 35 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. એપ્લિકેશને કહ્યું છે કે આ એક મર્યાદિત ઓફર છે અને માત્ર પસંદગીના યૂઝર્સને જ લાભ મળશે.


બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહીં વાંચી શકે WhatsApp અને Telegram ચેટ્સ, આ ટેકનિક આવશે કામ


કેવી રીતે મેળવશો WhatsApp પર કેશબેક 
- આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સેન્ડર અને રિસીવર બન્નેના એકાઉન્ટ વોટ્સએપ પેમેન્ટ પર હોવું જોઈએ. આવો જાણીએ તમે કેવા પ્રકારના વોટ્સએપ પેમેન્ટ કરી શકો છો.
- સૌથી પહેલા તમારે વોટ્સએપ પર જવું પડશે
- અહીં તમારે કોઈ કોન્ટેક્ટની પસંદગી કરવાની રહેશે અને પછી પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
- હવે તમારે એકાઉન્ટ એન્ટર કરવું પડશે. ત્યારબાદ યૂઝર્સને બેંક એકાઉન્ટ એડ કરવું પડશે.


ઘરની સાફ-સફાઈ કરવામાં કામવાળી નખરાં કરે છે? કાઢી મૂકો: ટેસલાનો આ નવો આવિષ્કાર જિંદગી બદલી નાંખશે!

- ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરીને યૂઝર્સને પોતાની બેંકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર વેરિફાય કરવાનો રહેશે. ધ્યાન રાખો કે તમારું વોટ્સએપ એકાઉન્ટ અને બેંકમાં રજીસ્ટ્રર મોબાઈલ નંબર એક જ હોવો જોઈએ.
- વેરિફિકેશન બાદ તમારે તમારું બેંક એકાઉન્ટ એડ કરવું પડશે. બેંક એકાઉન્ટ એડ થયા બાદ યૂઝર્સ વોટ્સએપ પેમેન્ટની મદદથી ચૂકવણી કરી શકશે.
- પેમેન્ટ કરીને તમને 35 રૂપિયાનું કેશબેક મળશે. આ રીતે તમે ત્રણ લોકોને પેમેન્ટ કરીને 105 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે વોટ્સએપ કેશબેક પસંદગીના યૂઝર્સને મર્યાદિત સમય માટે મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube