Indian Railways: રેલ્વેએ શરૂ કરી નવી જ સુવિધા: હવે ચપટી વગાડતા મળશે કન્ફર્મ સીટ! કેવી રીતે બુક થશે?

IRCTC Tatkal Ticket App: રેલવે વિભાગે મુસાફરો માટે એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે. રેલવે તત્કાળ ટિકીટ માટે હવે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઈટ પર જ છે. આ એપ મારફતે તમે ઘરે બેઠા બેઠા ક્ષણભરમાં તત્કાલ ટિકીટ બુક કરાવી શકો છો.

Indian Railways: રેલ્વેએ શરૂ કરી નવી જ સુવિધા: હવે ચપટી વગાડતા મળશે કન્ફર્મ સીટ! કેવી રીતે બુક થશે?

IRCTC Tatkal Ticket App: દેશમાં આજે કરોડો લોકો રેલવે મુસાફરી કરી રહ્યા છે. જેણા કારણે સરકાર પણ તેમાં સમયાંતરે નવી નવી સુવિધાઓ આપી રહ્યું છે, જેણા કારણે મુસાફરો રેલવે મુસાફરી તરફ આકર્ષણ થાય. જો તમે પણ રેલવે મુસાફરી કરતા હોવ તો આજે અમે તમારા માટે લાવ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર. તમને જણાવી દઈએ કે રેલવે મુસાફરી કરતા હોવ તો કન્ફર્મ ટિકીટ માટે તમારે દોડાદોડ કરવી પડે છે. પરંતુ હવે રેલવે ટિકીટ માટે ક્યાંય જવાનું જરૂર નથી કે એજન્ટ પાસે પણ જવાનું નથી. 

રેલવે વિભાગે મુસાફરો માટે એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે. રેલવે તત્કાળ ટિકીટ માટે હવે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઈટ પર જ છે. આ એપ મારફતે તમે ઘરે બેઠા બેઠા ક્ષણભરમાં તત્કાલ ટિકીટ બુક કરાવી શકો છો. તેમાં તમારે કોઈ એકસ્ટ્રા પેમેન્ટ આપવાની પણ જરૂર નથી.

હવે મળશે કન્ફર્મ ટિકીટ
ઘણી વખત એવું થાય છે કે રેલવે મુસાફરી કરનાર યાત્રીઓને અચાનક મુસાફરી કરવાનું થઈ જાય છે. પરંતુ અચાનકથી ટ્રેનમાં કન્ફર્મ ટિકીટ મળવી મુશ્કેલ હોયા છે. એવામાં તમે એજન્ટ પાસે દોડો છો અથવા તો તત્કાળ ટિકીટની કોશિશ કરો છો. પરંતુ તત્કાળ ટિકીટ મળવી પણ સરળ હોતી નથી. આવી સ્થિતિમાં રેલવેની આ સર્વિસથી સામાન્ય લોકોને મોટી સુવિધા મળશે. આઈઆરસીટીસીના પ્રીમિયમ પાર્ટનર તરફથી 'કન્ફર્મ ટિકીટ' નામથી આ એપને દેખાડવામાં આવી છે.

એપથી મળે છે આ જબરદસ્ત ફાયદા
- રેલ્વે દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ પર તમને ટ્રેન માટે તત્કાલ ક્વોટા હેઠળ ઉપલબ્ધ સીટો વિશે માહિતી આપે છે.
- આ ઉપરાંત તમે અલગ-અલગ ટ્રેન નંબરો દાખલ કરીને ખાલી બેઠકો પણ સરળતાથી શોધી શકો છો.
- તમે આ એપ પર ઘરે બેસીને સંબંધિત રૂટ પર ચાલતી તમામ ટ્રેનોમાં બાકીની તત્કાલ ટિકિટ વિશે પણ માહિતી મેળવી શકો છો.
- તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
- આ એપમાં ટિકિટ બુકિંગ માટે એક માસ્ટર લિસ્ટ પણ છે જેથી કરીને ટિકિટ બુક કરાવવામાં તમારો સમય વેડફાય નહીં.

ટિકીટ બુક કરવાનો સમય
- આ એપ પર મુસાફરો સવારે 10 વાગ્યાથી તત્કાળ ટિકીટ પોતાના સેવ ડાટા મારફતે બુક કરાવી શકો છો.
- ત્યારબાદ અહીં તમે આ ટિકીટનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશો.
- ધ્યાન  રાખો કે ટિકીટ બુક થયા પછી પણ ટિકીટ વેટિંગમાં હોઈ શકે છે.
- આ એપને તમે આઈઆરસીટીસી નેક્સટ જનરેશન મોબાઈલ એપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news