નવી દિલ્હી: દેશમાં 5G Service માટે હવે એરટેલ પોતાના પ્રતિદ્વંદીઓથી આગળ નિકળતી રહી છે. દેશમાં સૌથી પહેલાં 5G Service ટેસ્ટ કરવાનો Airtel પહેલાં જ તમામને ચોંકાવી દીધા છે. હવે કંપનીએ આ અત્યાધુનિક ટેક્નોલોજીને લોન્ચ કરવાનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાપાયે શહેરોમાં થશે શરૂઆત
ટેક સાઇટ telecomtalk ના અનુસાર એરટેલના CEO Gopal Vittal એ કહ્યું કે 5G Service ની શરૂઆત સૌથી પહેલાં મોટા શહેરોમાં થશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 5G Service ને આખા ભારતમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે. સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ તાત્કાલિક આ સેવાને શરૂ કરવામાં આવી શકે છે. 

Airtel vs Vi: આ છે 300 રૂપિયાની અંદર મળનાર Best Prepaid Plan, જુઓ લીસ્ટ


Future-Proof છે નેટવર્ક
એરટેલએ કહ્યું કે એરટેલના મોબાઇલ બ્રોડબેન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર Future-Proof છે. આ નવા 5G Service ને તાત્કાલિક શરૂ કરવા માટે તૈયાર ટેક્નોલોજી છે. કંપનીનો દાવો છે કે એરટેલ દેશમાં 5G Service શરૂ કરવા માટે પુરી રીતે તૈયાર છે. 


કેવી છે Airtel ની 5G Service ?
કંપનીએ 5G અને 4G ના મુકાબલે 10 ગણી વધુ ફાસ્ટ છે. કંપનીએ તેને હૈદ્રાબાદમાં ટેસ્ટ કરી છે અને દાવો કર્યો છે કે 5G નેટવર્ક પર એક ફૂલ લેંથ મૂવીને થોડી સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. 

VIDEO: માર્યો લોચો... પાણી સમજી સેનિટાઇઝર પી ગયા BMC ના અધિકારી, અને પછી...


હૈદ્રાબાદમાં કોમર્શિયલી થઇ ચૂકી છે શરૂઆત
કંપનીના CEO અને MD ગોપાલ વિઠ્ઠલે  Airtel 5G રેડી નેટવર્ક વિશે એનાઉન્સ કર્યું છે. Airtel 5G સર્વિસને હૈદ્રાબાદમાં કોમર્શિયલી લાઇવ કરવામાં આવ્યું છે. કંપનીના સીઇઓએ જણાવ્યું કે સ્પેક્ટ્રમ એલોયમેન્ટ સાથે જ Airtel 5G સર્વિસ શરૂ કરી શકાય છે. 

WhatsApp માં એડ થયા નવા ફીચર, Group Admin ને મળશે નવા પાવર


3GB પ્રતિ સેકન્ડની સ્પીડ 
Airtel 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોયમેન્ટના બાદ શરૂ કરી શકે છે. Airtel ની 5G સર્વિસ રેડિયો,કોર અને ટ્રાંસપોર્ટ તમામ ડોમેન માટે કમ્પૈટિબલ હશે. કંપનીએ પોતાના 5G સર્વિસના વીડિયો પણ YouTube પર જાહેર કર્યા છે.   


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube