જયેશ જોશી, અમદાવાદઃ અવારનવાર લોકોના મનમાં સવાલ થાય છે કે હવાઈ જહાજમાં આટલા પ્રકારની લાઈટ કેમ લાગેલી હોય છે. હવાઈ  જહાજને તો બધા સિગ્નલ કંટ્રોલ રૂમમાંથી મળતી રહે છે. તેમ છતાં પણ અલગ-અલગ કામના સંકેત માટે અલગ  લાઈટ્સની જરૂર રહે છે, તેમાં કેટલીક લાઈટ હવાઈ-જહાજના ઉડાન ભરતા સમયે જરૂરી હોય છે તો કેટલીક તેના લેન્ડિંગ  દરમિયાન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ લાઈટ્સનો શું અર્થ છે અને તે કેવી રીતે કામ કરે છે:


1. ટેક્સી લાઈટ:
આ તે લાઈટ છે. જે હવાઈ જહાજના ટેક્સી મોડ એટલે જમીન પર દોડતા ઉપયોગમાં આવે છે. 150  વોલ્ટ્સની આ લાઈટ્સ હવાઈ જહાજને રન વે જોવામાં મદદ કરે છે. જ્યારે ફ્લાઈટને ટેક્સી ક્લિયરન્સ મળી જાય છે,  પાયલટ તેની ટેક્સી લાઈટ ઓન કરી દે છે. તેનાથી રન વે પર લગાવેલી લાઈટ્સ ચાલુ થઈ જાય છે અને પાયલટને મદદ  મળે છે.


2. ટેક ઓફ લાઈટ:
ટેક્સી લાઈટની સાથે જ ટેક ઓફ લાઈટ શરૂ થઈ જાય છે. તે ટેક્સી લાઈટથી વધારે પ્રકાશિત હોય છે અને હવાઈ  જહાજના ટેક ઓફના સમયે જ ચાલુ કરવામાં આવે છે. આ લાઈટ ટેક્સી લાઈટથી થોડે દૂર સુધી પ્રકાશ ફેંકે છે. આ  લાઈટ્સ ત્યારે સળગે છે જ્યારે હવાઈ જહાજ ટેક ઓફ માટે બિલકુલ તૈયાર થાય છે.


Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર


3. રન વે ટર્ન ઓફ લાઈટ:
ટેક ઓફ અને ટેક્સી લાઈટ ઉપરાંત એક પ્રકારની લાઈટ હોય છે જેનો એંગલ વધારે પહોળો હોય છે. આ લાઈટ્સ રનવે  પર હવાઈ જહાજ ચલાવી રહેલા પાયલટને આખો રસ્તો યોગ્ય રીતે બતાવવામાં મદદ કરે છે.


4. વિંગ સ્કેન લાઈટ:
હવાઈ જહાજનો અત્યંત સંવેદનશીલ ભાગ તેની પાંખ હોય છે. કેમ કે તે મુખ્ય બોડીથી અલગ હોય છે. તેનું ધ્યાન રાખવું  અત્યંત જરૂરી છે. આ ઉદ્દેશ્યથી વિંગ લાઈટ્સ લગાવવામાં આવે છે. જેથી ટેક ઓફ સમયે અંધારામાં પણ હવાઈ જહાજનો  આખો આકાર સમજી શકાય. આ લાઈટ્સ પાયલટની બહુ મદદ કરે છે. વાદળોની વચ્ચે ઉડતા સમયે પાયલટ આ લાઈટની  મદદથી જોઈ શકે છે કે ક્યાંક પાંખ પર બરફ તો જામી ગયો નથી.


Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો


5. એન્ટી કોલિજન બીકન:
આ લાઈટ્સ હવાઈ જહાજની જમીન પર સાફ-સફાઈ કે દેખરેખ કરનારા ક્રૂ માટે મદદગાર સાબિત થાય છે. તે ચમકદાર  નારંગ રંગની લાઈટ્સ હોય છે. જે હવાઈ જહાજના પહેલા એન્જિન શરૂ કરતાંની સાથે ઓન કરવામાં આવે છે. અને છેલ્લે  એન્જિન બંધ થવાની સાથે બંધ થાય છે. કારણ એ છે કે ગ્રાઉન્ડ ક્રૂને ખ્યાલ આવી શકે કે હવે હવાઈ જહાજ સંપૂર્ણ રીતે  બંધ થઈ ગયું છે.


6. લેન્ડિંગ લાઈટ:
વિમાનમાં સફેદ રંગની ચમકદાર લાઈટ્સ હોય છે જે લેન્ડિંગ સમયે આકાશ અને રનવેને સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે.  આ લાઈટનો ઉપયોગ એવા રનવે પર પ્રકાશ આપવાનો છે, જ્યાં લાઈટ ઓછી છે. આ લાઈટ્સ ક્યારેક પાંખની નીચે,  ક્યારેક પાંખની બહારની સપાટી પર તો ક્યારેક બીજે ક્યાંક લાગેલી હોય છે. અનેક વિમાનમાં એકથી વધારે જગ્યાએ  લેન્ડિંગ લાઈટ્સ લાગેલી હોય છે.


Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!


7. નેવિગેશન લાઈટ:
આ લાઈટ્સ ઉડાન સમયે વિમાનની દિશા નિર્ધારિત કરવા માટે હોય છે. નેવિગેશન માટે 3 લાઈટ લાગેલી હોય છે.  પાયલટ તરફ લાગેલી લાઈટ લીલી હોય છે. બીજી બાજુ લાલ રંગની અને વિમાનની ટેઈલમાં લાગેલી લાઈટ સફેદ હોય છે.  લાઈટની પોઝિશનના આધારે બીજા વિમાનના પાયલટ માટે સમજવું સરળ બની જાય છે કે સામે આવી રહેલ વિમાન કઈ  દિશામાં ઉડાન ભરી રહ્યું છે.


8. હાઈ ઈન્ટેસિટી સ્ટ્રોબ લાઈટ:
આ ચમકદાર લાઈટ્સ વિમાનને વધારે ચોખ્ખું બનાવવામાં મદદ કરે છે. આ નેવિગેશનવાળી લાલ અને લીલી લાઈટ્સ નીચે  લાગેલી હોય છે. આ લાઈટ્સ અત્યંત પ્રકાશિત હોય છે. અને ફ્લાઈટ દરમિયાન આજુ-બાજુના લોકોનું ધ્યાન પોતાની  તરફ આકર્ષિત કરવાનું કામ કરે છે.


OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


9. લોગો લાઈટ:
દરેક કંપનીનો એક લોગો હોય છે, જે વિમાન પર જોવા મળે છે. લોગો લાઈટ્સ તે લોગોને વધારે શાનદાર દર્શાવવા માટે  હોય છે. તેના બે ફાયદા હોય છે. પહેલો એ કે જોતાં જ ખ્યાલ આવે છે કે કઈ કંપનીનું વિમાન ઉડાન ભરી રહ્યું છે. તે મોટા  પોસ્ટરોની જેમ કંપનીનો પ્રચાર પણ કરે છે.


Photos: સૂર્ય અને શનિ સહિત નવ ગ્રહોને શાંત કરવા માટે કરો આ ઉપાય, સ્નાન કરવાના પાણીમાં મિલાવો આ વસ્તુઓ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube