નવી દિલ્હી: Apple એ ચાર મહિના પહેલાં જ નવો iPhone 12 લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ હવે આ લેટેસ્ટ iPhone ના એક વર્જનને બંધ કરવાનું મન બનાવી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે ઓછું વેચાણ અને લોકોનો તે ખાસ વર્જન માટે ઓછો ઉત્સાહ તેનું મુખ્ય કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક સાઇટ phonearena ના અનુસાર iPhone 12 Mini વર્જનનું પ્રોડ્ક્શન બંધ થઇ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી થોડા દિવસોમાં તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. Apple આગામી ત્રણ મહિના સુધી આ ખાસ વર્જનને પ્રોડ્યૂસ કરવાનું બંધ કરી શકે છે.


આ છે કારણ
રિપોર્ટ અનુસાર iPhone 12 Mini ના ઓછા વેચાણનું મોટું કારણ છે. iPhone 12 Mini માં 2227mAh ની બેટરી આપવામાં આવી છે. બેટરી હલકી હોવાથી આ ફોનની બેટરી લાઇફ વધુ નથી. એક 5G Smartphone ફોન હોવાછતાં ઓછી બેટરી લાઇફ એક મોટી સમસ્યા છે. 

Gold Price Today, 08 February 2021: પછી કહેતા નહી કે કીધું ન હતું, 9 હજાર રૂપિયા થયું સસ્તું


વેચાઇ રહ્યા નથી હેન્ડસેટ
પ્રાપ્ત માહિતી અનુસાર  iPhone 12 Mini ના વેચાણ માટે માથાનો દુખાવો બની રહી છે.  iPhone 12 Mini ના બાકી વર્જન ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આખી દુનિયામાં  iPhone 12 Mini ના માત્ર 6 ટકા ફોન વેચાયા છે. અમેરિકાની એક ફાઇનેંસ ફર્મ જેપી મોર્ગનના અનુસાર Apple આગામી ત્રિમાસિકમાં iPhone 12 Mini નું પ્રોડક્શન બંધ કરી શકે છે.  

Samsung આ મહિને લોન્ચ કરશે 7000 mAh બેટરી સાથે સૌથી ફાસ્ટ સ્માર્ટફોન, જાણો કિંમત


આ વર્ષે ચાર નવા  iPhone થશે લોન્ચ
ભલે Apple ને iPhone 12 સીરીઝમાં નુકસાન વેઠવું પડી રહ્યું હોય, પરંતુ સમાચાર છે કે આ વર્ષે કંપની ચાર નવા હેંડસેટ લોન્ચ કરી શકે છે. કંપની iPhone 13 ને આ વર્ષે લોન્ચ કરશે. આ નવા મોડલના ચાર વર્જન હશે. જોકે નામને લઇને હજુપણ એપ્પલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube