Apple Store in Delhi: જો તમે પણ Apple iPhoneના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, છેલ્લા દિવસોમાં એપલ દ્વારા દેશમાં બે નવા સ્ટોર ખોલ્યા બાદ કંપની વધુ ત્રણ સ્ટોર ખોલવાની યોજના પર કામ કરી રહી છે. કંપનીએ ભારતીય બજારમાં મોડું શરૂઆત કરી છે, આવી સ્થિતિમાં, કંપની આની ભરપાઈ કરવા માટે નવા સ્ટોર્સ પર ઝડપથી કામ કરી રહી છે. Apple ભારતમાં તેની રિટેલ ચેઇનને વિસ્તારવા માટે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજો સ્ટોર અહીં ખુલશે
બ્લૂમબર્ગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, કંપની ભારત અને એશિયા-પેસિફિક, યુરોપ, મધ્ય પૂર્વ, અમેરિકા અને કેનેડાના અન્ય દેશો જેવા મુખ્ય બજારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. રિપોર્ટ અનુસાર એપલ પોતાની ભવિષ્યની યોજનાઓમાં દિલ્હી અને મુંબઈ પર વધુ ફોકસ કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજો ભારતીય સ્ટોર વર્ષ 2025માં મુંબઈના બોરીવલીમાં ખુલવાની અપેક્ષા છે.


આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!


ચોથો સ્ટોર 2026 સુધીમાં ખુલશે
આ પછી ચોથો સ્ટોર એપલનો બીજો સૌથી મોટો ભારતીય સ્ટોર હશે અને તે દિલ્હીના વસંત કુંજમાં DLF પ્રોમેનેડ મોલમાં ખુલશે. તે 2026 સુધીમાં લોન્ચ થવાની ધારણા છે. મુંબઈનો બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટોર એપલનો દેશનો સૌથી મોટો એપલ સ્ટોર રહેશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં દરિયા કિનારે આવેલા વર્લી વિસ્તારમાં પાંચમો સ્ટોર ખોલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તે 2027 સુધીમાં શરૂ થવાની ધારણા છે.


આ સિવાય Apple દ્વારા એશિયા પેસિફિક વિસ્તારમાં 15 નવા સ્ટોર ખોલવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત, કંપની એશિયામાં 6, યુરોપમાં 9 અને ઉત્તર અમેરિકામાં 13 સ્ટોર્સ ફરીથી શરૂ કરવાની યોજના ધરાવે છે. ભારતમાં ખુલતા સ્ટોર્સ એપલની ઈકોનોમીમાં ઘણો વધારો કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી અને મુંબઈના 2 એપલ સ્ટોર્સમાંથી દરેકે ઓપનિંગના એક મહિનામાં 22-25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ

હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube