સ્માર્ટફોનમાં ચાલી રહ્યું છે સ્લો ઈન્ટરનેટ? બસ કરો આ નાનકડું સેટિંગ અને મળશે જોરદાર સ્પીડ
અનેકવાર યુઝર્સ ઈન્ટરનેટ ધીમું હોવાની ફરિયાદ કરે છે.જો તમારા સ્માર્ટ ફોનમાં આ સમસ્યા છે તો તમે તેને ઠીક કરી શકો છો. બસ તમારે કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવાના છે અને ઈન્ટરનેટની સ્પીડ ફાસ્ટ થઈ જશે.
અનેકવાર યુઝર્સ ઈન્ટરનેટ ધીમું હોવાની ફરિયાદ કરે છે. 5Gના જમાનામાં સ્લો ઈન્ટરનેટ યુઝર્સને પરેશાન કરી શકે છે. જેનું મુખ્ય કારણ નેટવર્ક હોઈ શકે છે. ક્યાંક નેટવર્ક નથી મળતું તો પણ ઈન્ટરનેટ સ્લો થઈ જાય છે. જો તમારા સ્માર્ટ ફોનમાં આ સમસ્યા છે તો તમે તેને ઠીક કરી શકો છો. બસ તમારે કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવાના છે અને ઈન્ટરનેટની સ્પીડ ફાસ્ટ થઈ જશે.
જો તમે બંધ ઓરડામાં ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ફોનમાં સારું ઈન્ટરનેટ કનેક્શન ન આવવાનું એક મોટું કારણ છે. બંધ ઓરડામાં સિગ્નલ નથી મળતું અને સારી સ્પીડ પણ નથી મળતી.
આ પણ વાંચો:
ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'
સ્ટિંગ ઓપરેશનમાં કોહલી-ગાંગુલી વિશે એ ખુલાસો...જેણે ક્રિકેટ જગતમાં મચાવી દીધો હડકંપ
શનિ-સૂર્યની યુતિને કારણે આ રાશિના જાતકો બનશે કરોડપતિ, થશે અનેક ફાયદા
જો તમે તમારા સ્માર્ટફોનને યોગ્ય રીતે નથી પકડતા તો પણ બની શકે કે નેટ સ્લો ચાલતું હોય. સ્માર્ટ ફોનને ઉપરના ભાગથી પકડવાથી ઘણીવાર નેટ સ્લો મળે છે અને તમને બરાબર ઈન્ટરનેટની સ્પીડ નહીં મળે.
સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખવા આપણે તેના પર મોટું કવર ચડાવીએ છે. પરંતુ આવા હાર્ડ કરવા ફોનના સિગ્નલને રોકી શકે છે. એવામાં તેના ઉપયોગથી યૂઝર્સે બચવું જોઈએ. જેની જગ્યાએ મજબૂત છતાં હળવા કવરનો ઉપયોગ કરવો જોઈએ
આ પણ વાંચો:
Weather Update: આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMD એલર્ટ જારી
છટણી બાદ ગૂગલમાં બમ્પર ભરતી! કંપનીને આ કર્મચારીઓની સૌથી વધુ જરૂર; મળશે લાખોનો પગાર
તમે પૌત્રની નજર ઉતારનારા દાદી માનો વીડિયો જોયો કે નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube