`1921` નંબર પરથી ફોન આવે તો ઈગ્નોર ન કરતા, ઉપાડી લેજો
કોરોના મહામારી (Covid-19) સામે મુકાબલો કરવા માટે સરકાર અનેક ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને એપ અને વિવિધ વેબસાઈટના માધ્યમથી તે કોરોના સાથે જોડાયેલ તમામ માહિતી લોકો સામે પહોંચાડી રહી છે. આ દિશામાં સરકારે હવે વધુ એક પગલુ ભર્યું છે. કોવિડ-19 પર સરકાર એક ટેલિફોનિક સરવે કરશે. શું તમે ઘરમાં છો? શું તમે કોરોના વિશે સાંભળ્યું છે? શું તમે કોરોનાના લક્ષણો વિશે જાણો છો? તમને કોઈ પ્રકારની કોઈ તકલીફ તો નથી ને ? આવા કેટલાક સવાલો તમને પૂછવામાં આવશે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી (Covid-19) સામે મુકાબલો કરવા માટે સરકાર અનેક ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને એપ અને વિવિધ વેબસાઈટના માધ્યમથી તે કોરોના સાથે જોડાયેલ તમામ માહિતી લોકો સામે પહોંચાડી રહી છે. આ દિશામાં સરકારે હવે વધુ એક પગલુ ભર્યું છે. કોવિડ-19 પર સરકાર એક ટેલિફોનિક સરવે કરશે. શું તમે ઘરમાં છો? શું તમે કોરોના વિશે સાંભળ્યું છે? શું તમે કોરોનાના લક્ષણો વિશે જાણો છો? તમને કોઈ પ્રકારની કોઈ તકલીફ તો નથી ને ? આવા કેટલાક સવાલો તમને પૂછવામાં આવશે.
અમદાવાદી મહિલાની અનોખી પહેલ, લારીવાળા પાસેથી ડોલમાં શાકભાજી ખરીદી
1921 પરથી આવશે કોલ
સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના ઔપચારિક નોટિફિકેશન અનુસાર, લોકોને તેમના મોબાઈલ ફોન પર 1921 નંબર પરથી કોલ કરવામા આવશે. આ કોલ પર કોરોના વિશે તમારી સાથે વાતચીત થશે. તેની મદદથી સરકાર વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકશે. નોટિફિકેશનથી સ્પષ્ટ છે કે, આ અભિયાનને NIC દ્વારા કરાશે. લોકોને બતાવવામાં આવશે કે આ એક વાસ્તવિક સરવે છે.
વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત
ઈગ્નોર ન કરો કોલ
લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારા મોબાઈલ પર 1921 પરથી કોલ આવે છે તો તેને ઈગ્નોર ન કરો અને કોરોનાના લક્ષણો પર યોગ્ય ફીડબેક આપો. મંત્રાલયે ચેતવણી પણ આપી છે કે, લોકો અન્ય કોલથી પણ સાવધાન રહે. તેના નામથી અન્ય કોઈ ફ્રોડ સરવે થાય તો તેના ચક્કરમાં ન પડો. નોટિફિકેશન અનુસાર, માત્ર 1921 પરથી જ કરાયેલો કોલ સરવે સંબંધી કોલ હશે. મંત્રાલેય અન્ય કોલ પર કોઈ અંગત માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.
પહેલીવાર સામે આવી Rakhi Sawantના લગ્નની તસવીર, પકડ્યો છે પતિનો હાથ
નોટિફિકેશનમાં અપીલ કરાઈ છે કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરવે વિશે લોકોને જણાવશે. રાજ્યોને આ વિશે જણાવવાનું રહે તે કે, અનાધિકૃત સ્ત્રોતથી આ પ્રકારના ફ્રોડ કોલ આવી શકે છે. રાજ્યના સ્વાસ્થય વિભાગોને પોતાની વેબસાઈટ પર આ સરવે વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર