વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત

વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શાકભાજીની લારી ધારકોમાં કોરોના પોઝિટિવ મળતાં પોલીસ સતર્ક બની છે. તેથી વડોદરા પોલીસ કિશનવાડી વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે (vadodara police) લોકોને સમજાવ્યા  હતા કે, શાકભાજી લેવા જતા સમયે થેલીના બદલે ડોલ લઈને જાઓ. શાકભાજીને હાથ થી સ્પર્શ ના કરો. ઘરે શાકભાજી લાવી ખાવાના સોડાથી તેને ધોઈ નાંખો. જોકે, આ વીડિયો હવે વાયરલ થઈ ગયો છે. 
વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શાકભાજીની લારી ધારકોમાં કોરોના પોઝિટિવ મળતાં પોલીસ સતર્ક બની છે. તેથી વડોદરા પોલીસ કિશનવાડી વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે (vadodara police) લોકોને સમજાવ્યા  હતા કે, શાકભાજી લેવા જતા સમયે થેલીના બદલે ડોલ લઈને જાઓ. શાકભાજીને હાથ થી સ્પર્શ ના કરો. ઘરે શાકભાજી લાવી ખાવાના સોડાથી તેને ધોઈ નાંખો. જોકે, આ વીડિયો હવે વાયરલ થઈ ગયો છે. 

વડોદરા પોલીસનો માઈક પર એનાઉન્સ કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરા પોલીસ લોકોને સમજાવી રહી છે કે, કેવી રીતે કોરોનાથી બચવા માટે ડોલનો ઉપયોગ કરો. વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ, આનંદ દ્વારા માઈક પર લોકોને જાહેરાત કરાઈ હી કે, શાકભાજીઓને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. તેથી શાક લેવા આવો ત્યારે થેલી નહીં પણ ડોલ લઇને આવો અને અડકયા વગર ડોલમાં શાક લઇ ડોલમાં ખાવાના સોડા બે ચમચી નાંખી દો અને 10 મિનીટ રહેવા દઇ પછી જ શાક બહાર કાઢો. નહીંતર તમારા ઘરમાં પણ કોરોના આવી જશે. એક અઠવાડીયું શાક ભાજી ના ખાવ તો ચાલી જાય. શાકભાજી અને અનાજ કરીયાણાને ત્યાંથી જ ચેપ લાગે છે. એક અઠવાડીયું કઠોળ ખાવ, દાળ રોટી ખાવ. જો ઘરમાં બધાને સલામત રાખવા હોવ તો... તમારા ઘરમાં એટલું અનાજ કરીયાણું છે કે તમે 10 દિવસ તમારા પરિવારને ખવડાવી શકો. આખરે તેમણે કહ્યું હતું કે હવે અમારા પર મહેરબાની કરો.

આમ, વડોદરા પોલીસની આ અપીલ રાજ્યભરમાં દેખાઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ  અનેક લોકો આજે ડોલ લઈને શાકભાજી અને વસ્તુઓ લેવા નીકળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news