નવી દિલ્હી: શોર્ટ વીડિયો એપ TikTok 2020 ની સૌથી પોપ્યુલર એપ રહી છે. ભારત-ચીન સીમા વિવાદ પછી આ ચીની વીડિયો એપને દેશમાં બેન (Chinese App Ban) કરી દેવામાં આવી છે. તેમછતાં આ ચીની એપએ ગૂગલ (Google) અને ફેસબુક (Facebook) જેવી મોટી કંપનીઓને આકરી ટક્કર આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાના ભાઇને બતાવી મોટા ભાઇ સાથે કરાવી દીધા લગ્ન, સાસુએ ચારેય પુત્રો સાથે સંબંધ બાંધવા કરી મજબૂર


ટિકટોકએ કર્યો કમાલ
આખી દુનિયામાં TikTok એ 2020માં 540 મિલિયન ડોલર કમાણી કરી છે. ભારતમાં (Ban in India) હોવાછતાં આખી દુનિયામાં 85 કરોડ વાર ટીકટોકને ડાઉનલોડ કરવામાં આવ્યું. તો બીજી તરફ 60 કરોડ લોકોએ WhatsApp ડાઉનલોડ કર્યું. 2020માં 54 કરોડવાર ફેસબુક (Facebook)ને ડાઉનલોડ કરવામાં આવ્યું.

Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો


ટેક સાઇટ businessinsider ના અનુસાર ડેટિંગ એપ ટિંડર (Dating App Tinder) બીજી સૌથી વધુ પોપુલર એપ રહી છે. વર્ષ 2020માં ટિંડરને 513 મિલિયન ડોલરની આવક થઇ છે. Apptopia તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વીડિયો એપ YouTube એ ગત વર્ષે 478 મિલિયન ડોલર કમાણી કરી. તો બીજી તરફ OTT પ્લેટફોર્મ Disney+ ને 314 મિલિયન ડોલરની કમાણી કરી.


ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારત-ચીન સીમા વિવાદ બાદ સરકારે 200થી વધુ ચીની એપ્સને બેન કરી દીધી હતી. જોકે ગત ઘણા મહિનાથી ચીની એપ્સ TikTok ભારતમાં રીલોન્ચિંગની તૈયારી કરી રહી છે. પરંતુ હાલ ભારત સરકારે આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube