આજે સસ્તામાં મળી રહ્યાં છે આ 5 સ્માર્ટફોન, આ રીતે કરો ખરીદી
ઓનલાઇન શોપિંગ વેબસાઇટ Flipkart આજે સુપર ફ્લેશ સન્ડે (Super Flash Sunday) મનાવી રહ્યું છે. આ દરમિયાન પાંચ બજેટ સ્માર્ટફોનને બપોરે 12 કલાકથી ફ્લેશ સેલમાં વેચવામાં આવશે.
નવી દિલ્હીઃ જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો મહિનાના આ છેલ્લા રવિવારે તમારી પાસે શાનદાર તક છે. ઓનલાઇન શોપિંગ વેબસાઇટ Flipkart આજે સુપર ફ્લેશ સન્ડે (Super Flash Sunday) મનાવી રહ્યું છે. આ દરમિયાન પાંચ બજેટ સ્માર્ટફોનને બપોરે 12 કલાકથી ફ્લેશ સેલમાં વેચવામાં આવશે. તો આવો જાણીએ કે ક્યા છે આ સ્માર્ટફોન અને શું છે તેની ખાસિયત.
Realme C11
આ સ્માર્ટફોનની કિંમત 7499 રૂપિયા છે. ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર, 13MP + 2MPનો રિયર કેમેરો અને 5MPનો ફ્રન્ટ કેમેરો તથા 5000mAhની બેટરી મળે છે.
Honor 9S
આ સ્માર્ટફોનની કિંમત 6499 રૂપિયા છે. ફોનમાં 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર, 2 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 8MPનો રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. તેમાં 3020mAhની બેટરી આપવામાં આવી છે.
હવે યૂઝર્સ માટે નવું ફીચર લાવી રહ્યું છે Facebook, જાણો આ નવી સુવિધા વિશે
Infinix Smart 4 Plus
6000mAh બેટરી વાળા આ સ્માર્ટફોનની કિંમત 7999 રૂપિયા છે. આ ફોનમાં 6.82 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર, 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 13MP + ડેપ્થ સેન્સરનો રિયર અને 8MPનો ફ્રન્ટ કેમેરો મળે છે.
Infinix Hot 9 Pro
આ સ્માર્ટફોનની કિંમત 10,499 રૂપિયા છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 6.6 ઇંચની HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર, 48 MP + 2 MP + 2 MP + લો લાઇટનો રિયર કેમેરો અને 8MP નો ફ્રન્ટ કેમેરો અને 5000mAhની બેટરી મળે છે.
Moto One Fusion+
આ સ્માર્ટફોનની કિંમત 17,499 રૂપિયા છે. ફોનની ખાસિયત 64 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરો છે. આ સિાય તેમાં 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, ક્વાલકોમ સ્પેનડ્રેગન 730G પ્રોસેસર, 6 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ અને 16MP નો ફ્રન્ટ કેમેરો તથા 5000mAhની બેટરી મળે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube