ન્યુયોર્ક: આલ્ફાબેટના સ્વામિત્વવાળી કંપની ગૂગલે તેના કર્મચારીઓને કોરોના અવકાશ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ફેસબુકમાં કર્મચારી વર્ષના અંત સુધી ઘરેથી કામ કરશે. જાણવા મળી રહ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં આ સમયે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ વિષય પર તમામ કર્મચારીઓને ગુરવારના એક મેમો મોકલી આ વાતની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે મોટાભાગે કંપનીઓના કર્મચારીઓ હાલ ઘર પર જ છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Xiaomi ના Mi TV માં ઉમેરાયા નવા ફીચર્સ, નવા લુક સાથે લોન્ચ થયું સોફ્ટવેર અપડેટ


આ દિવસે મળશે કોરોના અવકાશ
સુંદર પિચાઈએ કહ્યું કે તમામ કર્મચારીઓએ આગામી 22 મે, 2020 એટલે કે શુક્રવારના આ અવકાશ મળશે. સાથે જ પિચાઈએ કહ્યું કે ગુગલ વિશ્વના ઘણા દેશોમાં તેમની ઓફિસને જૂનથી ખોલવાનું શરૂ કરશે.


આ પણ વાંચો:- આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ


ત્યારે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે કહ્યું કે તે આ વર્ષના અંત સુધીમાં તેના કર્મચારીઓને ઘરથી કામ કરવાની છૂટ આપી રહ્યાં છે. 6 જુલાઇના ફેસબુકની ઓફિસ ખુલી જશે અને વર્ક ફ્રોમ હોમની પોલીસી ડિસેમ્બરના અંત સુધી લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી કામ માટે જ કર્મચારીઓને ઓફિસ જવાની જરૂરીયાત રહેશે. વર્ક ફ્રોમ હોમને લઇને ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, જે કર્મચારીઓ ઓફિસથી દૂર પોતાનું કામ કરી શકે છે. તે આ વર્ષના અંત સુધી વર્ક ફ્રોમ હોમની સુવિધા લઇ શકે છે.


આ પણ વાંચો:- Twitter પર અભદ્વ ભાષા લખનારા માટે કંપનીએ ભર્યું મોટું પગલું


ફેસબુકે કર્મચારીને આપ્યા 75 હજાર રૂપિયા
ફેસબુક તે શરૂઆતી કંપનીઓમાં સામેલ રહી છે. જેણે મહામારીને ધ્યાનમાં લઇ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. ફેસબુકે ઘરથી કામ કરનાર કર્મચારીઓને ઘરમાં વર્ક સ્ટેશન તૈયાર કરવા અને બાળકોની સાળસંભાર માટે 1 હજાર ડોલર (લગભગ 75 હજાર રૂપિયા)નું બોનસ પણ આપ્યું હતું. તો બીજી તરફ, ઈન્ફોસિસ અને એચસીએલ જેવી ભારતીય કંપનીઓએ પણ કહ્યું છે કે, સંટકનો સમય સમાપ્ત થવા છતાં વર્ક ફ્રોમ હોમને યથાવત રાખ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube