આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ
કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે. મંગળવારે ફ્રાંસના એક હેકરે દાવો કર્યો કે આરોગ્ય સેતુથી ઘણા લોકોને તેની અંગત જાણકારી ચોરી થઇ છે. એવામાં સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે.
આરોગ્ય સેતુ એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત
સરકારે બુધવારે કહ્યું કે આરોગ્ય અસેતુ એપમાં કોઇ ડેટા અથવા સુરક્ષા ઉલ્લંઘનનો કેસ મળ્યો નથી. આ પહેલાં એથિકલ હેકરે એપમાં સંભવિત સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ફ્રાંસના હેકર અને સાઇબર સુરક્ષા વિશેષજ્ઞ એલ્લોટ એલ્ડ્રસને મંગળવારે દાવો કર્યો હતો કે એપમાં સુરક્ષાને લઇને પોઇન્ટ મળી આવ્યા છે અને નવ કરોડ ભારતીયોની અંગતતાને ખતરો છે. દાવાને નકારી કાઢતાં સરકારે કહ્યું કે આ એથિકલ હેકરે એ સાબિત નથી કર્યું કે કોઇ ઉપયોગકર્તાની કોઇપણ જાણકારી ખતરામાં છે.
સરકારે એપના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું કે અમે સતત પોતાની સિસ્ટમ તપાસી રહ્યા છે અને તેને અપડેટ કરી રહ્યા છીએ. ટીમ આરોગ્ય સેતુ બધાને આશ્વસ્ત કરે છે કે કોઇપણ ડેટા અથવા સુરક્ષા ઉલ્લંઘન કેસ મળી આવ્યો નથી. ટ્વિટમાં હેકર દ્વાર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને મુદ્દાવાર સ્પટીકરણ આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે