Twitter પર અભદ્વ ભાષા લખનારા માટે કંપનીએ ભર્યું મોટું પગલું

ટ્વિટર (Twitter) પર અભદ્ર ભાષાનો ઉપયોગ રોકવા માટે કંપનીએ મોટું પગલું ભર્યું છે. હવે યૂઝર્સને ટ્વિટ કરતાં પહેલાં કંપની તરફથી એલર્ટ મોકલવામાં આવશે. 

Twitter પર અભદ્વ ભાષા લખનારા માટે કંપનીએ ભર્યું મોટું પગલું

નવી દિલ્હી: ટ્વિટર (Twitter) પર અભદ્ર ભાષાનો ઉપયોગ રોકવા માટે કંપનીએ મોટું પગલું ભર્યું છે. હવે યૂઝર્સને ટ્વિટ કરતાં પહેલાં કંપની તરફથી એલર્ટ મોકલવામાં આવશે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે iOS પર એક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે લોકોને તેમના ટ્વિટની ભાષા અપમાનજનક થતાં સંકેત આપશે. 

આ નવા ફીચરમાં ટ્વિટર એ પણ ટેસ્ટ કરી રહ્યું છે કે જેમાં યૂજર્સને રિપ્લાઇ પહેલાં તેને એડિટ કરવાની સલાહ પણ મળશે. સોશિયલ મીડિયાના એક મોટા અધિકારીના અનુસાર આઇઓએસ યૂઝર્સના કંઇપણ મોકલતાં પહેલાં તેમને એક નોટિફિકેશન આવશે. જેમાં આપત્તિજનક ભાષા માટે યૂઝર્સને ચેતાવણી આપતાં એ પણ પૂછવામાં આવશે કે શું આ ટ્વિટ એક તર્ક આપે છે અથવા તેની ભાષા અપમાનજનક છે?

તો બીજી તરસ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતાં રોકવા માટે ગત વર્ષે ઇંસ્ટાગ્રામ (Instagram) એ પણ આ પ્રકારના ફીચરને લોન્ચ કર્યું હતું. જેમાં યૂઝર્સને પોસ્ટ કરતાં પહેલાં ચેતાવણી આવે છે. કંપનીએ આ ફીચરને લઇને પછી એક નિવેદનમાં કહ્યું હતું કે તેના પરિણામ સકારાત્મક રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news