નવી દિલ્હી: ટેક દિગ્ગજ કંપની Apple દર વર્ષે એક નવો ફોન જરૂર લોન્ચ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવું બન્યું છે. જ્યારે કંપનીએ iPhone 12 લોન્ચ કર્યો હતો ત્યારેથી નવા iPhone 13 આવવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. તો જાણો આજે અમે તમને જણાવી દઇએ કે, iPhone 13 ની કેટલીક મહત્વની વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 13 અથવો અન્ય કોઈ હેન્ડસેટ?
Apple દર વર્ષ એક હેન્ડસેટ જરૂર લોન્ચ કરે છે? એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી હેન્ડસેટનું નામ iPhone 13 જ હશે. તમામ ટેક સાઇટ્સ હજુ સુધી નવા ફોનને iPhone 13 જ કહી રહી છે. જોકે Apple એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.


સસ્તો 5G Smartphone લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યો બેસ્ટ ઓપ્શન


iPhone 13 Displays
iPhone 13 માં હાલના iPhone 12 થી અલગ ડિસ્પ્લે મળી શકે છે. તમામ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે. કે, નવા iPhone 13 માં 60Hz નો રિફ્રેશ રેટ મળી શકે છે. જ્યારે iPhone 12 માં 120Hz નો રિફ્રેશ રેટ મળી રહ્યો છે.


આ પણ વાંચો:- સૌથી વધુ કમાણી કરનાર YouTuber બન્યો 9 વર્ષનો આ બાળક


Google એ આ ખાસ ફિચર્સ પર Gmail યૂઝર્સને આપી વોર્નિંગ, જાણો સમગ્ર ડિટેલ


iPhone 13 ની Launching Date
સામાન્ય રીતે Apple દર વર્ષે તેમનો નવો iPhone સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં લોન્ચ કરે છે. ગત વર્ષ કોરોના વાયરસ મહામારીના કારણે આ ઇવેન્ટને ટાળવામાં આવી હતી. પરંતુ આ વર્ષ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કંપની તમનો નવો iPhone 13 સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં લોન્ચ કરી શકે છે. રિપોર્ટ અનુસાર 7 સપ્ટેમ્બરના નવો iPhone લોન્ચ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube