સસ્તો 5G Smartphone લેવાનું વિચારો છો, તો મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર સાથે આ ફોન થયો લોન્ચ

OPPO કંપનીએ પોતાનો A55 5G મિડરેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર અને 6GB રેમ સાથે ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. A55માં વોટર નોચ ડિસ્પ્લે અને 5000mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. આવો જાણીએ શું છે ફોનની અન્ય ખાસિયત.

સસ્તો 5G Smartphone લેવાનું વિચારો છો, તો મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર સાથે આ ફોન થયો લોન્ચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ OPPO A55 5G મિડરેન્જ 5G સ્માર્ટફોન છે. જેમાં MediaTek Dimensity 700નું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6GB રેમ અને 128 GB ઈન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 60Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે.  

સ્ક્રિન અને સ્ટોરેજ
OPPO A55 5Gમાં 6.5 ઈંચની (720*1600) HD+ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 60Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન 6GB રેમ અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે મળશે. ફોનમાં 1TB સુધી એક્સપાંડેબલ મેમરી સપોર્ટ છે. ફોનના ફ્રંટમાં ગોરીલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનનો વજન માત્ર 186 ગ્રામ છે. 

કેમેરા
ફોનના રિયરમાં ત્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 13 મેગાપિક્સલ(f/2.2)નો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ(f/2.4) અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ(f/2.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો(f/2.4) આપવામાં આવ્યો છે. કેમેરામાં સ્લો મોશન, ટાઈમ લેપ્સ, સુપર ટેક્સ્ટ જેવા ફિચર આપવામાં આવ્યા છે. 

બેટરી
OPPO A55 5Gમાં સ્માર્ટફોનમાં 5000 mAHની બેટરી છે. સાથે જ આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

સોફ્ટવેર
OPPO A55 5Gમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ ColorOS11 આપવામાં આવ્યું છે. ફોનમાં 5G, 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.1, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે.

કલર અને કિંમત
OPPO RENO PRO 5G સ્માર્ટફોન 2 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં બ્રિસ્ક બ્લુ અને રિધમ બ્લેક સામેલ છે. ફોનનું 6GB/128GB વેરિયંટ 18,000 રૂપિયામાં મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news