સૌથી વધુ કમાણી કરનાર YouTuber બન્યો 9 વર્ષનો આ બાળક, આવક જાણીને રહી જશો અવાક
YouTube પર વિવિધ પ્રકારના વીડિયો મુકીને ઘણાં લોકો પોતાના ટેલેન્ટને દુનિયા સમક્ષ દર્શાવવાનો પ્રયાસ કરતા હોય છે. એટલું જ નહીં યુટ્યુબ તરફથી સૌથી વધારે ટ્રેન્ડ થતાં અને સર્ચ થતાં લોકોને તગડી રકમ પણ આપવામાં આવે છે. એક પ્રકારે સારી કમાણી કરવા માટે યુટ્યુબ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. યુટ્યુબ પર તમારી વેબ ચેનલ બનાવીને તમે પણ આ તકનો લાભ લઈ શકો છો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આ દિવસોમાં યુટ્યુબ અને વ્લોગિંગનો ટ્રેન્ડ એકદમ લોકપ્રિય છે. ઘણા લોકો યુ-ટ્યૂબ પર વી-લોગર્સ બનીને તેમની ચેનલ શરૂ કરે છે. પરંતુ એવા ઘણા લોકો છે જે મોટું નામ કમાય છે. યુટ્યુબ પર, તમે બધી પ્રકારની માહિતી અથવા અન્ય સામગ્રીથી સંબંધિત વીડિયો જોશો. ઘણા યુટ્યુબર્સ કન્ટેન્ટ પોસ્ટ કરીને ખૂબ પ્રખ્યાત થયા છે. તાજેતરમાં, ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર્સની સૂચિ બહાર પાડી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ સુચીમાં 9 વર્ષના બાળકએ પણ સ્થાન મેળવ્યું છે.
રાયન કાજી, જે અમેરિકાના ટેક્સાસનો છે. ફોર્બ્સમાં સૌથી વધુ કમાણી કરનારા યુટ્યુબર્સની યાદીમાં ટોચ પર છે. રાયન માત્ર 9 વર્ષનો છે. પરંતુ રિપોર્ટ અનુસાર તેણે આ વર્ષે 29.5 મિલિયન ડોલરની કમાણી કરી છે. રિયાનની યુટ્યુબ ચેનલનું નામ ‘રિયાન્સ વર્લ્ડ’ રાખવામાં આવ્યું છે. તેની યુટ્યુબ ચેનલના 28.2 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. રાયન તેની અનબોક્સિંગ વીડિયોસ્ માટે પ્રખ્યાત છે. રાયન તેના વીડિયોમાં રમકડાંના પેકેજમાંથી બહાર કાઢે છે અને તેના વ્યુવર્સને તેમના વિશે કહે છે. રિયાનની ચેનલના 12.2 વ્યુઝ છે. અનબોક્સિંગ સિવાય, રાયન વીડિયોમાં જાતે વિજ્ઞાન પ્રયોગો પણ કરે છે. અહેવાલ મુજબ રાયન કાઝી પોતાની વસ્તુઓ પણ વેચે છે. રમકડા, બેગપેક્સ, પીંછીઓ અને ઘણા બધુ સામેલ છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે રિયાને 200 મિલિયનનું વેચાણ કર્યું હતું
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પહેલીવાર નથી જ્યારે રાયન સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર્સની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેણે વર્ષ 2018, 2019 અને આ યાદીમાં પણ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે