Jio એ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, 198 રૂપિયામાં 1 મહિના સુધી અનલિમિટેડ ડેટા, સાથે મળશે અન્ય લાભ
Jio એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન તે યૂઝર્સ માટે છે જે ઓછી કિંમતમાં અનલિમિટેડ ડેટા ઈચ્છે છે. કંપનીએ જિયો ફાઇબર યૂઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે.
નવી દિલ્હીઃ Jio એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન તે યૂઝર્સ માટે છે, જે ઓછી કિંમતમાં અનલિમિટેડ ડેટા ઈચ્છે છે. કંપનીએ Jio Fiber યૂઝર્સ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Jio Fiber ના આ પ્લાનને કંપનીએ Back-up Plan નામ આપ્યું છે. આ પ્લાનમાં માત્ર 198 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. આ પ્લાનને ખાસ કરીને ટાટા આઈપીએલ માટે રજૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જિયો ફાઇબર કનેક્શન માટે ઓછામાં ઓછુ મૂલ્ય 399 રૂપિયા મહિને હતું.
ગ્રાહકોને આ પ્લાનની સાથે 10Mbps થી લઈને 100Mbps સુધીની સ્પીડને પસંદ કરવાનો વિકલ્પ મળશે. નવા પ્લાનનું 30 માર્ચથી રિચાર્જ કરાવી શકાશે. જિયોના પ્રવક્તાએ કહ્યું કે અમે ગ્રાહકોની દરેક સમયે કનેક્ટ રહેવાની જરૂરીયાતને સમજીએ છીએ. જિયોફાઇબર બેકઅપ માટે અમે ઘરો માટે વૈકલ્પિક વિશ્વસનીય બ્રોડબેન્ક કનેક્ટિવિટીની રજૂઆત કરવા ઈચ્છીએ છીએ.
આ પણ વાંચોઃ દેશભરમાં ચાલી રહી છે આ મોટી તૈયારી, 7432 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનશે
198 રૂપિયામાં મળશે ઘણી સુવિધા
આ પ્લાનમાં ગ્રાહકોને 10Mbps ની સ્પીડથી માત્ર 198 રૂપિયામાં દર મહિને અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. આ સિવાય Jio Fiber ના આ પ્લાનમાં અનલિમિટેડ લેન્ડલાઇન કોલિંગ પણ મળશે. આ પ્લાનમાં વનક્લિક સ્પીડ અપગ્રેડ કરી શકાય છે. તે માટે યૂઝર્સે ક્રમશઃ 21 રૂપિયા, 31 રૂપિયા અને 101 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો યૂઝર્સ 100Mbps ની સ્પીડ પર અપગ્રેડ કરે છે તો 1 દિવસ માટે 32 રૂપિયા, બે દિવસ માટે 52 રૂપિયા અને 7 દિવસ માટે 152 રૂપિયા ચાર્જ આપવો પડશે.
યૂઝર્સને ઓટીટી સબ્સક્રિપ્શન અને ફ્રી સેટઅપ બોક્સ પણ મળી રહ્યું છે. જિયો ગ્રાહક આ પ્લાનને 1490 રૂપિયાની કિંમત પર 5 મહિના માટે ખરીદી શકે છે. તેમાં 990 રૂપિયાનો ચાર્જ 5 મહિના માટે છે, જ્યારે 500 રૂપિયા ઈન્સ્ટોલેશન ચાર્જ છે. તેવામાં આ પ્લાનની માસિક ઈફેક્ટિવ કિંમત 198 રૂપિયા થાય છે. પરંતુ તમે તેને એક મહિના માટે 198 રૂપિયા આપી પ્લાન ન લઈ શકો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube