હવે EV ચાર્જિંગનું કોઈ ટેન્શન નહીં! દેશભરમાં ચાલી રહી છે આ મોટી તૈયારી, 7432 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનશે
Electric Vehicle Charging Stations: દેશની ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) 7432 ચાર્જિંગ સ્ટેશન ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે FAME ઇન્ડિયા યોજનાના તબક્કા-2 હેઠળ રૂ. 800 કરોડ જાહેર કર્યા છે.
Trending Photos
Electric Vehicle Charging Stations: જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન છે તો આ સમાચાર તમારા માટે છે. હવે દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલને (Electric Vehicle) ચાર્જ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. દેશની ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) 7432 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા જઈ રહી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે FAME ઇન્ડિયા યોજનાના તબક્કા-2 હેઠળ રૂ. 800 કરોડ જાહેર કર્યા છે. મંત્રાલયે 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 800 કરોડ રૂપિયા જાહેર કર્યા છે જેથી તેઓ દેશમાં 7432 ફાસ્ટ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન (Electric Charging Stations) સ્થાપિત કરી શકે.
560 કરોડનો પ્રથમ હપ્તો બહાર પાડવામાં આવ્યો
પીટીઆઈના સમાચાર અનુસાર, મંત્રાલયે કુલ રકમના 70 ટકા એટલે કે 560 કરોડ રૂપિયા 3 OMC - ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ને જારી કર્યા છે. આ રકમનો આ પ્રથમ હપ્તો છે. આ રકમ દ્વારા આ કંપનીઓ દેશમાં ઇવી પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોના ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સાધનોની સ્થાપના કરશે.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: Gold Price Today: સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણી લો તમારા શહેરમાં શું છે આજનો ભાવ
માર્ચ 2024 સુધીમાં કામ પૂર્ણ થશે
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. જણાવી દઈએ કે હાલમાં દેશમાં 6586 ચાર્જિંગ સ્ટેશન છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નવા 7432 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનની (Charging Stations) સ્થાપના ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે એક મોટું પગલું હશે.
લોકો સ્વચ્છ પરિવહન તરફ આગળ વધશે
આ ચાર્જિંગ સ્ટેશન દ્વારા ટુ વ્હીલર, 4 વ્હીલર, લાઇટ કોમર્શિયલ અને મીની બસ ચાર્જ કરી શકાશે. ભારે ઉદ્યોગ મંત્રાલયના મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આ પગલું ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને વધારવામાં મદદ કરશે. એટલું જ નહીં, આ પગલાંથી વધુને વધુ લોકો પરિવહનના સ્વચ્છ મોડ તરફ સ્વિચ કરશે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર ટકાઉ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે અને દેશના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે કામ કરી રહી છે. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેટ ઝીરો એમિશનની દિશામાં કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને લોકો માટે સુલભ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે