નવી દિલ્લીઃ Google Play Storeમાં હજારોની સંખ્યામાં એવા એપ્સ છે જેને લોકો અલગ અલગ જરૂરિયાતો માટે ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરતા હોય છે. જો કે પ્લેસ્ટોરમાં કેટલાક એવા એપ્સ પણ છે, જેનાથી તમને નુકસાન થઈ શકે છે. જો સમય રહેતા આ એપ્સ પર ધ્યાન નહીં આપો, તો આ એપ્સ તમારા બેંકિંગ ડિટેઈલ્સ પર નજર રાખી શકે છે. અહીં અમે તમને જણાવીશું કે કેટલાક એપ્સ વાયરસ જેવા હોય છે, જેને તમારે તાત્કાલિક અનઈન્સ્ટોલ કરી દેવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો

Zscalerના ThreatLabzએ સાઈબર સિક્યોરિટી રિસર્ચર્સે 11 એવા એપ્લીકેશન વિશે માહિતી આપી છે. જેનાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ એપ્સમાં Joker નામના મેલવેર છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જોકરને લોકોની જાસુસી કરવા, માહિતીની ચોરી કરવા અને SMS મોનિટર કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ સ્પાઈવેર એ રીતે બનાવાયું છે કે તે તમારા SMS, કોન્ટેક્ટ લીસ્ટ અને ડિવાઈસ ઈન્ફોર્મેશનની ચોરી કરી શકે છે. સાથે જ તમારી જાણકારી વગર પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ સર્વિસિઝ માટે સાઈન અપ કરી દે છે.

જ્યારે મેલવેર એપ્સની મદદથી તમારી ડિવાઈસમાં પહોંચે છે, તો તે અલગ અલગ રીતે વર્તન કરે છે. આ તમારી સાથે ફાઈનાન્શિયલ ફ્રોડ પણ કરી શકે છે. તેવામાં તમારે આવા એપ્સથી સાવધાન રહેવું પડશે. Zscalerના રિસર્ચર્સ મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓમાં એન્ડ્રોઈડ એપ્સમાં 50થી વધુ Joker પેલોડ્સ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ મેલવેર મુખ્ય રીતે હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા એપ્સને નિશાન બનાવે છે. સાથે જ ફોટોગ્રાફી, ટુલ્સ, પર્સનલાઈઝેશન અને કોમ્યુનિકેશન કેટેગરીના એપ્સને પણ નિશાન બનાવે છે.

રિસર્ચર્સનું કહેવું છે કે મેલવેરના પબ્લિશર્સ Google Playની તપાસ પ્રક્રિયા અને સુરક્ષા તંત્રને ચકમો આપવા માટે સતત પોતાની ટ્રીક્સમાં ફેરફાર કરે છે. નીચે કેટલાક એપ્સ દર્શાવવામાં આવ્યા છે, જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરતા હોવ તો તમારે તાત્કાલિક તેને ડિલીટ કરી દેવા પડશે. આ એપ્સમાં Translate Free, PDF Converter Scanner, Delux Keyboard, Saying Message, Free Affluent Message, Comply QR Scanner, PDF Photo Scanner, Font Style Keyboard, Private Message, Read Scanner અને Print Scanner છે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

IRCTC તરફથી પ્રવાસની શાનદાર ઓફર! VIP સુવિધા સાથે રહેવાનું અને ખાવાનું ફ્રીમાં

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube