IRCTC તરફથી પ્રવાસની શાનદાર ઓફર! VIP સુવિધા સાથે રહેવાનું અને ખાવાનું ફ્રીમાં

નવી દિલ્લીઃ જો તમે પણ કોઈ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. IRCTC  ટૂરિઝમ કેરળ માટે મોટી ઓફરો લઈને આવી રહ્યુ છે. હવે તમે ફક્ત 23,500 રૂપિયાના પેકેજમાં કોચીન, મુન્નાર, થેક્કડી, કુમારકોમ જેવા સુંદર સ્થળોની મુસાફરી કરી શકો છો. IRCTC ટૂરિઝમ વેબસાઈટ મુજબ આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી અમદાવાદથી શરૂ થશે જેમાં મુસાફરો ઈન્ડિગોમાં ઉડાન ભરશે. IRCTC ટૂરિઝમનું આ ટૂર પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે. ચાલો તમને ખાવા-પીવાની વ્યવસ્થાથી માંડીને ડેસ્ટિનેશન સુધીની વિગતો જણાવીએ.

Jul 25, 2021, 05:15 PM IST
1/5

VIP સુવિધા મળશે

VIP સુવિધા મળશે

તમામ સ્થળ પર 3 સ્ટાર હોટલમાં રોકાણ મળશે. એસી વાહનોમાં તમામ સ્થળો અને જોવાલાયક સ્થળો પર લઈ જવામાં આવશે. પેકેજમાં ભોજન (નાસ્તો અને રાત્રિભોજન) હશે. પ્રવાસના કાર્યક્રમ મુજબ ફરવાલાયક સ્થળો પર ફેરવવામાં આવશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ લોન્ડ્રી, ટેલિફોન બીલ અને બેવરેજીસ, વીજળી, ટીપ્સ, વીમા, આલ્કોહોલ, રૂમ સર્વિસ, કેમેરા ચાર્જ, ટેલિફોન કોલ્સ વગેરેનો ઉપયોગ કરે છે, તો અલગ ચાર્જ લેવામાં આવશે.

 

 

 

Instagram ના આ શાનદાર 5 ફીચર વિશે જાણો છો તમે? જે એપને બનાવે છે વધુ મજેદાર

2/5

કોચીન

કોચીન

પ્રથમ દિવસે પર્યટકને કોચીન લઈ જવામાં આવશે. અહીં તમને હોટલમાં લઈ જવામાં આવશે. સાંજે મરીન ડ્રાઈવ પર જાઓ અને એક કલાક માટે બોટ રાઈડનો આનંદ લો. આ પછી, તમને રાત્રે હોટેલમાં આરામ કરવાની સુવિધા મળશે. આ દરમિયાન ડિનર પણ આપવામાં આવશે.

 

 

 

 

WhatsApp પર આ ટ્રીકથી વાંચી શકાશે બીજાના મેસેજ! કોઈને પણ નહીં પડે ખબર

3/5

મુન્નાર

મુન્નાર

આ પછી તમે સડક માર્ગથી મુન્નાર પહોંચશો. અહીંની બીજી હોટેલમાં ચેક ઈન કરાશે. બપોરે, તમને ચાનાં સંગ્રહાલયમાં લઈ જવામાં આવશે. 20 મિનિટના વીડિયોના માધ્યમથી મુન્નરના ઈતિહાસ વિશે જણાવવામાં આવશે. બાદમાં મેટ્ટુપેટ્ટી ડેમ અને ઈકો પોઈન્ટની મુલાકાતે લઈ જવાશે. તમને રાત્રે હોટેલ પર ઉતારી દેવામાં આવશે. ત્રીજા દિવસે નાસ્તો કર્યા પછી, મુન્નારની સ્થાનિક જોવાલાયક સ્થળો બતાવાશે. બીજીબાજુ સાંજે તમે મુન્નાર ટાઉનમાં ખરીદી માટે આરામથી સમય પસાર કરી શકો છો. આ પછી મુન્નાર હોટલમાં રાત રોકાણ કરાવાશે.

 

 

 

 

 

Google માં હવે યુઝર્સ તરત ડિલીટ કરી શકશે 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી, જાણો આ વિગતો

4/5

થેક્કડી

થેક્કડી

થેક્કડી સવારના નાસ્તા પછી ચોથા દિવસે તમને સડક માર્ગથી થેક્કડી લઈ જવામાં આવશે. અહીં પહોંચ્યા પછી હોટેલમાં ચેક-ઈન કરો. બપોરે તમને લેક ઓફ પેરિયાર વન્યપ્રાણી અભયારણ્ય (At On Cost) પર બોટની સવારી માટે લઈ જવામાં આવશે. અહીં તમે બોટ દ્વારા જંગલની સફરની રોમાંચક પળની મજા લઈ શકો છો.

 

 

 

 

 

 

Whatsapp Status ડાઉનલોડ કરવા માગો છો? હવે થર્ડ પાર્ટી એપની જરૂર નથી, ફોલો કરો આ Steps

 

5/5

કુમારકોમ

કુમારકોમ

પાંચમા દિવસે સવારના નાસ્તા પછી તમને કુમારકોમમાં લઈ જવામાં આવશે. અહીં તમને હાઉસબોટમાં રોકાવાની તક મળશે. સુંદર વેમ્બાનાડ તળાવની વચ્ચોવચ હાઉસબોટ પરિભ્રમણ કરતા કરતા વિવિધ વિસ્તારને કવર કરે છે. અહીં તમને રાત્રિભોજનની સુવિધા પણ મળશે. હાઉસબોટમાં પીરસવામાં આવતુ ભોજન કેરળની સ્વદેશી શૈલીમાં તૈયાર કરવામાં આવે છે. 

 

 

 

 

 

 

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...! -------------------  

Whatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP? જાણવા માટે અપનાવો આ Tricks