YouTube માં સર્જાયો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, આ વીડિયોની દિવાની બની દુનિયા
એવું ઓછું બને છે કે કોઇ ગીત અથવા વીડિયો યૂટ્યૂબ (YouTube)માં અપલોડ થાય અને આખી દુનિયા એક ઝટકામાં તેની દિવાની થઇ જાય. પરંતુ હવે આ વાત સાચી સાબિત થઇ ગઇ છે.
નવી દિલ્હી: એવું ઓછું બને છે કે કોઇ ગીત અથવા વીડિયો યૂટ્યૂબ (YouTube)માં અપલોડ થાય અને આખી દુનિયા એક ઝટકામાં તેની દિવાની થઇ જાય. પરંતુ હવે આ વાત સાચી સાબિત થઇ ગઇ છે. YouTube ના ઇતિહાસમાં તે રેકોર્ડ બની ગયો છે જે અત્યાર સુધી કોઇ કરી શક્યું નથી. એક નવો વીડિયો યૂટ્યૂબમાં અપલોડ થયો છે. માત્ર ચોવીસ કલાકમાં આ ગીતને એટલા લોકોએ જોયો છે કે આ પોતાનામાં એક જોરદાર રેકોર્ડ બની ગયો છે. જ્યાં સુધી તમે આ સમાચાર વાંચશો, આ ગીત એક મોટો રેકોર્ડ (Record) બનાવી ચૂક્યું હશે.
ચોવીસ કલાકમાં 10 કરોડ વાર જોવામાં આવ્યો એક વીડિયો
પ્રાપ્ત માહિતી અનુસાર કોરિયન પોપ-બેન્ડ BTS એ પોતાના લેટેસ્ટ ટ્રેક Dynamite નો મ્યૂઝિક વીડિયો યૂટ્યૂબમાં અપલોડ (Upload) કર્યો છે. આખી દુનિયાના યુવાનો વચ્ચે ખૂબ પોપ્યુલર થઇ રહેલા K-POP ના આ વીડિયોએ માત્ર ચોવીસ કલાકમાં 10 કરોડ વાર જોવાનો એક અનોખો રેકોર્ડ (New Record on YouTube) બનાવ્યો છે. મંગળવારે સમાચાર લખાય રહ્યા ત્યાં સુધી આ ગીતને લગભગ 19 કરોડ વાર જોવામાં આવી ચૂક્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં YouTube પર સૌથી વધુ વાર વીડિયો જોવામાં આવ્યો હોવાનો રેકોર્ડ Blackpink નામે હતો. આ બેન્ડના વીડિયો How You Like That 24 કલાકની અંદર 86.3 મિલિયન લોકોએ જોયો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube