Aadhaar PAN link: સરકાર તો આદેશ કરી જ ચુકી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક વ્યક્તિએ ફરજિયાત લિંક કરવાના છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેવામાં જો તમે જાણકારીના અભાવના કારણે આધાર અને પાન લિંક નથી કર્યું તો આજે જ આ કામ ફટાફટ ઘર બેઠા કરી લો. કારણ કે આધાર અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો ઘણા કામ અટકી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ રીતે ફ્રીમાં જુઓ Netflix અને Amazon પર ફિલ્મો, નહીં ચુકવવો પડે એક પણ રુપિયો


મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં


Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી આવક બતાવી તો આવી બનશે...


આવકવેરા વિભાગે લોકોની સુવિધા માટે આધાર સાથે પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરી છે. ત્યારપછી પણ જો આ બંને દસ્તાવેજ લિંક નહીં હોય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને બેન્કના વ્યવહારો સહિત ઘણી જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત સમય મર્યાદા પુરી થયા પછી આધાર સાથે પાન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે. તો પછી રાહ જોયા વિના ફક્ત એક SMS કરીને આ પ્રક્રિયા આજે જ પુરી કરી લો. 
 
જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો તમારા મોબાઈલ પરથી SMS મોકલીને તમે આ કામ કરી શકો છો.  તેના માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક SMS મોકલવાનો રહેશે. જેમાં UIDPAN<space><12 અંકનો આધાર કાર્ડ નંબર><space><10 અંક PAN નંબર> લખી  તેને 567678 અથવા 56161 પર મોકલો. જો કે આ કામ ત્યારે જ થશે જ્યારે તમારું નામ, જન્મતારીખ બંનેમાં એક સરખા હશે.