ભુલી જાઓ `Wi-Fi`, આવી ગઈ છે `Li-Fi` : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા
આજે લોકોના ઘરે-ઘરે `Wi-Fi`નો ઉપયોગ થઈ રહ્યો છે અને નાના છોકરાઓ પણ `Wi-Fi` વિશે જાણે છે, પરંતુ નવી આવેલી `Li-Fi` ટેક્નોલોજી વિશે કદાચ જ વધુ લોકો જાણતા હશે, જે તમારી જિંદગીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેવાની છે...
અમદાવાદઃ આજે લોકોના ઘરે-ઘરે 'Wi-Fi'નો ઉપયોગ થઈ રહ્યો છે અને નાના છોકરાઓ પણ 'Wi-Fi' વિશે જાણે છે, પરંતુ નવી આવેલી 'Li-Fi' ટેક્નોલોજી વિશે કદાચ જ વધુ લોકો જાણતા હશે, જે તમારી જિંદગીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દેવાની છે. 'Li-Fi' એટલે કે 'Light Fidelity' (લાઈટ ફિડેલિટી), જેને હવે Wi-Fiનો વિકલ્પ સમજવામાં આવી રહી છે. 'Li-Fi' ટેક્નોલોજી 'Wi-Fi'ની સરખામણીએ કનેક્ટિવિટીની ઝડપમાં 100 ગણો વધારો કરે છે. એટલે કે, ભવિષ્યમાં તમે ઘરમાં જ્યારે રૂમની લાઈટ ચાલુ કરવી હોય અને જો તમારા ઘરમાં 'Li-Fi' ટેક્નોલોજી હોય તો તમારા માટે સૌથી સરળ બની જશે.
હવે વિજળી સાથે કનેક્ટિવિટી કેવી રીતે સાધી શકાય એવો સામાન્ય સવાલ દરેકના મનમાં ઊભો થઈ શકે છે? કદાચ તમે નહીં જાણતા હોવ પરંતુ વીજળીમાંથી જે તરંગો છુટતા હોય છે તેમાંથી અનેક તરંગો એવા હોય છે જે આપણને નરી આંખે દેખાતા નથી. આ તરંગો દ્વારા તમે તમારો ડાટા મોકલી શકો છો. તમે તમારા ઘરમાં રહેલા અત્યંત નાનકડા LEDમાંથી નિકળતા પ્રકાશની મદદથી પણ તમારો ડાટા એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકો છો.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ આધુનિક ટેક્નોલોજીને નવું સ્વરૂપ આપતી ટેક્નોલોજી
વર્તમાનમાં 'Wi-Fi'ની મદદથી ડાટા મોકલવાની મહત્તમ ઝડપ 100MBps છે. તમે એ જાણીને ચકિત રહી જશો કે 'Li-Fi'ની મદદથી તમે 10TBpsની ઝડપે એટલે કે 10,000MBpsની ઝડપે ડાટા મોકલી શકશો.
ઈન્ટરનેટના ખર્ચમાં થશે બચત
'Li-Fi'નો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે, વિજળી પેદા કરવી એ રેડિયો તરંગો ઉત્પન્ન કરવા કરતાં ઘણું જ સસ્તું છે એટલે કે તમારો ઈન્ટરનેટનો ખર્ચ એકદમ ઓછો થઈ જશે.
[[{"fid":"194813","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
સમસ્યા પણ છે
'Li-Fi' અંગે ઘણા લોકોનું એવું માનવું છે કે, પ્રકાશ દિવાલની આર-પાર પરિવહન કરી શક્તો નથી, જેમ કે રેડિયો તરંગો જાય છે. તેનો ઉપાય એવો છે કે, આપણે પ્રકાશ ફેલાવતા સાધનો વધુ જગ્યાએ મુકી દઈએ તો તેમાં કોઈ મુશ્કેલી નહીં રહે. વળી રેડિયો તરંગો અત્યંત હળવા હોય છે એટલે જો 'Wi-Fi' નબળું હોય તો તે વધુ ઝડપે આગળ વધતા નથી.
'Li-Fi' તમારી વધુ એક સમસ્યાનું પણ સમાધાન કરી આપે છે. 'Wi-Fi'ના તરંગો તમારા દિવાલની આરપાર નિકળીને ઘરની આસ-પાસના કેટલાક ચોક્કસ વિસ્તાર સુધી ફેલાતા હોય છે, એટલે કે, બહારનો કોઈ વ્યક્તિ તમારું 'Wi-Fi' હેક કરીને તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે 'Li-Fi'ના તરંગો ઘરમાં જ ફરતા હોવાથી બહારની વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ કરવાની સંભાવના જ રહેતી નથી.
'Li-Fi'નો ઉપયોગ બે ડિવાઈસની વચ્ચે ડાટા મોકલવામાં પણ કરી શકાય છે, કેમ કે તે ડાટા મોકલવા માટે પ્રકાશ તરંગોનો ઉપયોગ કરે છે અને તમારા ઘરમાં ફીટ કરેલા કોઈ પણ ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ દ્વારા તમે ડાટા ટ્રાન્સફર કરી શકો છો.
[[{"fid":"194815","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
'Li-Fi' અંગે અત્યારે વૈજ્ઞાનિકો પ્રયોગો કરી રહ્યા છે
હાલ તો 'Li-Fi'ના મોડેલ ઉપર વૈજ્ઞાનિકો પ્રયોગો કરી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રયોગોમાં સંપૂર્ણ સફળતા મળી જશે તો બજારમાં ટૂંક સમયમાં જ તમને 'Wi-Fi'ના વિકલ્પ તરીકે 'Li-Fi'ની વિવિધ પ્રોડક્ટ મળી શકે છે. તેનાથી સમગ્ર વિશ્વમાં ડાટા ટ્રાન્સફોર્મિંગ ઝડપી બની જશે અને ડાટા ટ્રાન્સમિશનની દુનિયામાં એક નવી ક્રાંતિ આવશે.
આમ, 'Li-Fi' ટેક્નોલોજી વધુ અસરકારક રહેશે કેમ કે, દરેક જગ્યાએ પ્રકાશ તરંગો ઉપલબ્ધ હશે અને એક વ્યક્તિ જેટલો ઈચ્છે તેટલો ડાટા ટ્રાન્સફર કરી શકશે. તેમાં કોઈ મર્યાદા નહીં રહે અને ઝડપ પણ પુરતી પ્રાપ્ત થશે.