માર્ચ ખતમ થવાનો છે. નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઇ જશે. એવામાં વિભિન્ન મોડલોના કાર ડીલરોએ બંપર ડિસ્કાઉન્ટ કાઢ્યું છે. જો તમે નવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સારો સમય છે. મારૂતિ (Maruti) ને Ignis, Alto, Swift, અને 2018 Ciaz પર ઘણી ડિસ્કાઉન્ટ લોન્ચ કર્યા છે. Hyundai Grand i10 અને Xcent પર ઓફર ચાલી રહ્યો છે. આ પ્રકારે Tata Motors, Honda, Mahindra, Toyota પણ ઓફર લાવી છે. આવો જાણીએ શું છે ઓફર:

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ


મારૂતિ સુઝુકી
જો તમે મારૂતિની કોઇ કાર ખરીદવાની યોજના બનાવી રહી છે તો તમે 1 લાખ રૂપિયા સુધી બચાવી શકે છે. કંપનીએ 2018 મેકની કારો ખતમ કરવા માટે તેના પર ભારે છૂટ આપી છે. જોકે Ignis પર 1.10 લાખ રૂપિયા સુધીની છૂટ છે. તો બીજી તરફ ડિઝાયર પર દોઢ તો સિયાઝ પર ફ્લેટ 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.


Hyundai
Hyundaiની કારો પર તમે 90 હજાર રૂપિયા સુધી બચાવી શકે છે. એક્સેંટ પર 40 હજારનું ડિસ્કાઉન્ટ છે. તો બીજી તરફ 45 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ છે. જો તમે સરકારી કર્મચારી છે તો 5 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. વર્ના પર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અલગથી છે.

1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર


હોંડા
હોંડાની કારો પર હાલ કોઇ ડિસ્કાઉન્ટ નથી. પરંતુ એક્સચેંજ બોનસ 50 હજાર રૂપિયા સુધી છે. આ ડિસ્કાઉન્ટ Honda BR-V પર છે. હોંડા Amaze પર 25 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ છે. કંપની કેટલાક વાહનો પર ઇંશ્યોરન્સ મફત આપી રહી છે. 


મહિંદ્વા
મહિંદ્વા KUV100 પર 70 હજાર રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. એક્સચેંજ બોનસ 30 હજાર રૂપિયા મળશે. કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 4 હજાર રૂપિયાનું છે. ફાઇનાશિંયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર કંપની મરાજો પર 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ આપી રહી છે.

વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ


ટોયોટો
ટોયોટો યારિસ પર સૌથી વધુ 2 લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. ડીલર 1.45 લાખ રૂપિયાના ફ્લેટ કેશ ડિસ્કાઉન્ટની સાથે 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ આપી રહી છે. જો તમે કોર્પોરેટ કર્મચારી છે તો 30 હજાર રૂપિયાનું અને ડિસ્કાઉન્ટ મળશે.