નવી દિલ્હી :  ટેલિકોમ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી પછી હવે જિયો એક નવી ઓફર લઈને આવી રહી છે. કંપનીએ જિયો ફોન યુઝર્સ માટે 100 રૂ. કરતા ઓછી કિંમતમાં બે પ્લાન જાહેર કર્યા છે. કંપની 49 રૂ. અને 99 રૂ.ના બે પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટ મળી રહ્યા છે. કંપનીના આ પ્લાન યુઝર્સમાં સારા એવા લોકપ્રિય બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના 49 રૂ.ના કોલિંગ અને ડેટા પ્લાનની વૈદ્યતા 28 દિવસની છે. કંપની આ પ્લાનમાં 1 જીબી ડેટા પણ આપી રહી છે. આ ડેટા લિમિટ પુરી થશે એ પછી યુઝરને 64 કેબીપીએસની સ્પીડથી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા તેમજ 50 એસએમએસ મળે છે. આ પ્લાનમાં તમામ જિયો એપનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. 


જિયોના 99 રૂ.ના કોલિંગ અને ડેટા પ્લાનની વૈદ્યતા 28 દિવસની છે. કંપની આ પ્લાનમાં રોજ 500 એમબી એમ કુલ 14 જીબી ડેટા પણ આપી રહી છે. આ ડેટા લિમિટ પુરી થશે એ પછી યુઝરને 64 કેબીપીએસની સ્પીડથી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા તેમજ 300 એસએમએસ મળે છે. આ પ્લાનમાં તમામ જિયો એપનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. જોકે, આ બંને પ્લાન માત્ર જિયો ફોન માટે જ છે. 


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...