Reliance Jio નો 185 રૂપિયાનો ધાંસૂ પ્લાન, દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ અને ફ્રી ઓફર્સ
Reliance Jio પોતાના જીયો ફોન ગ્રાહકો માટે ચાર પ્લાન ઓફર કરે છે. આ ચારેય પ્લાનમાં 56 જીબી, 28 જીબી, 14 જીબી અને 3 જીબી ડેટા મળે છે. 56 જીબીવાળા આ પેકની વેલિડિટી 28 દિવસ છે.
નવી દિલ્હીઃ Reliance jio ની પાસે પ્રીપેડ, પોસ્ટપેડ, રોમિંગ અને ખાસ કરીને જીયો ફોન માટે ઓફર થતા અનેક પ્લાન હાજર છે. કંપનીએ જીયો ફોન (Jio phone) ગ્રાહકો માટે સસ્તા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. જીયો ફોન પ્લાનની વાત કરીએ તો તેમાં 185 રૂપિયા, 155 રૂપિયા, 125 રૂપિયા અને 75 રૂપિયાનો પ્લાન સામેલ છે. જીયોના 185 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને અનેક ઓફર આપવામાં આવે છે. આવો તેના વિશે જાણીએ.
185 રૂપિયા વાળો જીયો ફોન પ્લાન
જીયોના (jio) રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ પેકમાં 2 જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહકને કુલ 56 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલ પણ આ પ્લાનમાં ઓફર કરવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલ પણ આ પ્લાનમાં ઓફર કરવામાં આવે છે. આ સિવાય 100 SMS પણ આ પ્લાનમાં ફ્રી મળે છે. જીયો એપ્સની મેમ્બરશિપ પણ જીયો ગ્રાહકોને ફ્રી મળે છે.
આ પણ વાંચોઃ 10 હજારના બજેટમાં સ્ટાઈલીશ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યાં TOP 5 શાનદાર ફોન
આ સિવાય જીયો ફોન ગ્રાહકોને 155 રૂપિયા, 125 રૂપિયા અને 75 રૂપિયા વાળા પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં ક્રમશઃ 28 જીબી, 14 જીબી અને 3 જીબી ડેટા મળે છે. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ મળે છે.
ધ્યાન આપવા જેવી વાત છે કે આ પ્લાન ત્યારે કામ કરશે જ્યારે જીયો સિમ કાર્ડનો ઉપયોગ જીયો ફોનમાં જ કરવામાં આવશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube