10 હજારના બજેટમાં સ્ટાઈલીશ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યાં TOP 5 શાનદાર ફોન

શરૂઆતમાં સ્માર્ટફોન બહું મોંઘા આવતા હતા. જો કે આજે અનેક કંપનીઓએ પોતાના બજેટ ફોન લોન્ચ કર્યા છે. જે મિડલ ક્લાસ માટે છે બેસ્ટ ચોઈસ. આ સ્માર્ટફોનના ભાવ તો ઓછા છે પરંતુ તેમાં ગ્રાહકને પ્રિમીયમ ફોન જેવો લુક અને ફિચર પણ મળશે. અહીં અમે તમને ટોપ 5 બજેટ ફોન વિશે જણાવીશું, જે છે 10,000ના બજેટમાં.

10 હજારના બજેટમાં સ્ટાઈલીશ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યાં TOP 5 શાનદાર ફોન

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે માર્કેટમાં ભારે પ્રત્યોગિતા વધી છે. જેને કારણે કંપનીઓ પ્રિમીયમ ફોન તો લોન્ચ કરે જ છે. પણ સાથે ઓછા ભાવમાં શાનદાર ફિચરવાળા ફોન્સ પણ લોન્ચ કરી રહી છે. આજે સસ્તા સ્માર્ટફોનની માગ બહું વધી ગઈ છે. મોટી ઉંમરના લોકોને વધુ બેટરી અને સિંપલ ફિચર્સવાળો ફોન વધુ ગમે છે. આ બજેટ ફોન્સમાં ગ્રાહકોને મળે છે શ્રેષ્ઠ ડિઝાઈન, લોન્ગ લાસ્ટિંગ બેટરી, શાનદાર કેમેરા, HD+ સ્ક્રિન વગેરે. તો આવો જોઈએ ટોપ 5 બજેટ સ્માર્ટફોન વિશે તમામ માહિતી.

1) REDMI 9A
REDMI 9Aનો 2GB 32GB વેરિયંટનો ભાવ 7000 રૂપિયામાં મળશે. જ્યારે 3GB 32 GB વેરિયંટ 7500માં મળશે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો, 6.5 ઈંચ HD+ સ્ક્રિન, મીડિયાટેક G25 પ્રોસેસર, ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં 10Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનમાં 512GB સુધી એક્સાપાંડેબલ મેમરી સપોર્ટ છે.

2) POCO C3
POCO C3 એક શાનદાર બજેટ સ્માર્ટફોન છે. આ ફોનમાં મીડિયાટેક G35નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો મેક્રો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 6.5 ઈંચ HD+ સ્ક્રિન, ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં 10Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનમાં 512GB સુધી એક્સાપાંડેબલ મેમરી સપોર્ટ છે. POCO C3નો 3GB 32GB વેરિયંટનો ભાવ 7500 રૂપિયામાં મળશે. જ્યારે 4GB 64 GB વેરિયંટ 8500માં મળશે.

3) MICROMAX IN 1B
માઈક્રોમેક્સ કંપનીએ શાનદાર વાપસી સાથે પોતાનો IN 1B ફોન માર્કેટમાં મુક્યો. કંપની દાવો કરે છે કે આ ફોન સંપૂર્ણ રીતે ભારતમાં બનેલો છે. આ ફોનમાં તમને સંપૂર્ણ ક્લીન સ્ટોક એન્ડ્રોઈડ એક્સપિરીયંસ મળશે. એટલે કે ફોનમાં કોઈ પણ ફાલ્તુ પ્રી-ઈન્સ્ટોલ્ડ એપ્લીકેશન કે કોઈ બ્લોટવેર જોવા મળશે નહીં. આ ફોનમાં મીડિયાટેક 35નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 6.5 ઈંચ HD+ સ્ક્રિન, ફેસ અનલોક ફિચર, ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં 10Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનમાં 128GB સુધી એક્સપાંડેબલ મેમરી સપોર્ટ છે. MICROMAX IN 1Bનો 2GB 32GB વેરિયંટનો ભાવ 7000 રૂપિયામાં મળશે. જ્યારે 4GB 64 GB વેરિયંટ 8000માં મળશે.

 

4) REALME C11
રિયલમી C11માં એક સુંદર બજેટ ફોન છે. આ ફોનનો 2GB 32 GB વેરિયંટ 7500માં મળશે. આ ફોનમાં મીડિયાટેક 35નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 6.5 ઈંચ HD+ સ્ક્રિન, ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. આ ફોનમાં રિવર્સ ચાર્જિંગનો સપોર્ટ છે. આ ફોનમાં 256GB સુધી એક્સપાંડેબલ મેમરી સપોર્ટ છે.

5) SAMSUNG M01
SAMSUNG M01નો 3GB 32 GB વેરિયંટ 7500માં મળશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 2 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 5.7 ઈંચ HD+ સ્ક્રિન, ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4000mAHની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 512GB સુધી એક્સપાંડેબલ મેમરી સપોર્ટ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news