100GB ડેટાની સાથે Amazon Prime સહિત આ OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન, આ છે Jioનો દમદાર પ્લાન
Reliance Jio Recharge Plans: જીયો પોતાના યૂઝર્સને ખાસ સુવિધા આપવા માટે જાણીતું છે. આવો એક જીયોનો દમદાર પ્લાન છે. જેમાં તમને અનલિમિટેડ ડેટા અને કોલિંગની સાથે ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
નવી દિલ્હીઃ Reliance Jio Plans 2021: ઓછા ખર્ચમાં સારા બેનિફિટ વાળો પ્લાન મળી જાય તે બધા ઈચ્છે છે પરંતુ ઓછી કિંમતમાં યૂઝર્સને OTT Apps જેમ કે Amazon Prime Video, Netflix કે Disney Plus Hotstar VIP નું ફ્રી એક્સેસ મળતું નથી. જો તમે પણ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો કે પછી ડિઝની પ્લસ હોટસ્ટારમાંથી કોઈનું સબ્સક્રિપ્શન લીધું નથી તો આ સમાચાર તમને પસંદ આવી શકે છે.
આજે અમે તમને જીયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યાં છીએ જે તમને ડેટા પણ આપશે અને સાથે આ ત્રણેય એપ્સનું ફ્રી એક્સેસ પણ ઉપલબ્ધ કરાવશે તે પણ 600 રૂપિયાથી ઓછી કિંમતમાં. તો આવો જાણીએ Jio Recharge Plan। વિશે..
આ પણ વાંચોઃ Jio: ખતમ થઈ ગયું ઈન્ટરનેટ? પૈસા આપ્યા વગર આ રીતે મળશે 1GB ડેટા
Reliance Jio 599 Postpaid Plus Plan
આ જીયો પ્લાનની સાથે યૂઝર્સને 600 રૂપિયાથી ઓછી કિંમતમાં કુલ 100GB ડેટા આપવામાં આવે છે તે પણ 200 જીબી ડેટા રોલઓવરની સુવિધાની સાથે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ યૂઝરને પ્રતિ જીબી 10 રૂપિયાનો ખર્ચ આવશે.
ખાસ છે અન્ય બેનિફિટ્સ
તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે આ Jio Postpaid Plan ની સાથે બે સિમ આપવામાં આવે છે. Jio Apps એપ્સ જ નહીં આ Jio Recharge Plan ની સાથે યૂઝર્સને Netflix, Amazon Prime Video, Disney+ Hotstar VIP નું ફ્રી એક્સેસ મળે છે.
આ પણ વાંચોઃ Nokia નો ગજબ ફોન, ડસ્ટ અને વોટર પ્રોટેક્શન સાથે મળશે દમદાર ફીચર્સ
નોંધનીય છે કે આ Jio 599 Plan ને ખરીદવા માટે 99 રૂપિયાની જીયો પ્રાઇમ મેમ્બરશિપ લેવી પડે છે. આ પ્લાનની વેલિડિટી એક બિલ સાયકલની હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube