Jio: ખતમ થઈ ગયું ઈન્ટરનેટ? પૈસા આપ્યા વગર આ રીતે મળશે 1GB ડેટા

જીયોની ઇમરજન્સી ડેટા લોન સર્વિસ અંતર્ગત Recharge Now and Pay Later (રિચાર્જ અત્યારે કરો, પૈસા બાદમાં ચુકવો) ની સુવિધા આપવામાં આવે છે. 

Trending Photos

Jio: ખતમ થઈ ગયું ઈન્ટરનેટ? પૈસા આપ્યા વગર આ રીતે મળશે 1GB ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) એ હાલમાં પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસની શરૂઆત કરી છે. આ સર્વિસનું નામ ઇમરજન્સી ડેટા લોન  (emergency data loan) છે. આ સુવિધા હેઠળ જે ગ્રાહકોનું ઇન્ટરનેટ પૂરુ થઈ ગયું છે અને તે રિચાર્જ કરાવવાની સ્થિતિમાં નથી તો તેને 1 જીબી ડેટા આપવામાં આવશે. ખાસ વાત એ છે કે ડેટા માટે તમારે તત્કાલ પૈસા ચુકવવા પડશે નહીં. 

હકીકતમાં જીયોની ઇમરજન્સી ડેટા લોન સર્વિસ અંતર્ગત Recharge Now and Pay Later (રિચાર્જ અત્યારે કરો, પૈસા બાદમાં ચુકવો) ની સુવિધા આપવામાં આવે છે. જીયોની ઇમરજન્સી ડેટા લોન પ્રીપેડ ગ્રાહકો માટે છે. એક યૂઝર વધુમાં વધુ 5 વખત આ લોન લઈ શકે છે. દર વખતે ગ્રાહકને 1 જીબી ડેટા આપવામાં આવશે, જેની કિંમત 11 રૂપિયા પ્રતિ જીબી હશે. તો આવો જાણીએ આ ડેટાને તમે કઈ રીતે મેળવી શકો છો. 

Add Zee News as a Preferred Source

Jio ની Emergency Data Loan સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે આ પ્રોસેસ ફોલો કરો

1) સૌથી પહેલા MyJio એપ ખોલો. ત્યારબાદ પેજની ઉપર ડાબી તરફ મેનૂ પર જાવ.

2) હવે મોબાઇલ સેવા હેઠળ ઇમરજન્સી ડેટા લોન પસંદ કરો.

3) ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનર પર લખેક 'Proceed' બટન પર ક્લિક કરો.

4) હવે 'Get emergency data' ઓપ્શન પસંદ કરો.

5) ઇમરજન્સી ડેટા લોન બેનિફિટનો ફાયદો ઉઠાવવા માટે ‘Activate now’ પર ક્લિક કરો. 

6) ત્યારબાદ ઇમરજન્સી ડેટા લોન બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. 

ધ્યાન રાખવા જેવી બાબત છે કે ઇમરજન્સી ડેટા લોન ત્યારે લઈ શકાય છે, જ્યારે તમારી વર્તમાન ડેટા લિમિટ ખતમ થઈ ગઈ છે. 1 જીબી ડેટાના 11 રૂપિયાની ચુકવણી ગ્રાહક માય જીયો એપ કે પોતાના નંબર પર મેન બેલન્સનું રિચાર્જ કરાવ્યા બાદ કરી શકે છે. તેમાં મળનાર ડેટાની વેલિડિટી તમારે બેસ પ્લાન પર નિર્ભર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news