નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા અલગ-અલગ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જ્યાં મોટાભાગના યૂઝર્સને મહિનાનું રિચાર્જ પ્લાન પસંદ આવે છે તો કેટલાક યૂઝર્સ એક વર્ષનો પ્લાન પણ લેતા ગોય છે. મોટી સંખ્યામાં એવા ગ્રાહક પણ છે જે 56 કે 84 દિવસનો પ્રીપેડ પ્લાન લેવા ઈચ્છે છે. આજે અમે તમને ત્રણેય કંપનીઓના 56 દિવસની વેલિડિટીવાળા બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio નો 598 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીયોનો આ પ્રીપેડ પ્લાનમાં કોલિંગ અને ડેટાની સાથે OTT સબ્સક્રિપ્શન પણ મળે છે. તેમાં 56 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 112 જીબી ડેટા મળે છે. પ્લાનમાં બધા નેટવર્ક પર અનિલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય એક વર્ષ માટે Disney + Hotstar નું સબ્સક્રિપ્શન અને જીયો એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ એક પ્લાનના પૈસા આપી 5 લોકો કરી શકે છે ઉપયોગ, Vi ના નવા બે પોસ્ટપેડ પ્લાન લોન્ચ


Bharti Airtel નો 558 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
એરટેલનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ તેમાં જીયો પ્લાનથી વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા મળે છે. આ રીતે કુલ ડેટા 168 જીબી મળે છે. તેમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય પ્રાઇમ વીડિયોની મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, Airtel Xstream પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક જેવી સુવિધાઓ આપવામાં આવે છે. 


Vodafone Idea નો 595 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાના આ પ્લાનની કિંમત અને સુવિધા બંને જીયો જેવી છે. Vi ના આ પ્લાનમાં 56 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા (કુલ 112 જીબી) મળે છે. આ સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. કંપની ગ્રાહકોને વીકેન્ડ ડેટા રોલઓવર, બિંજ ઓલ નાઇટ અને Vi Movies & TV Classic એક્સેસની સાથે ZEE5 premium ની એક વર્ષની મેમ્બરશીપ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube