નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio) લાંબા સમય પછી પોતાના યુઝર્સ માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ વખતે રિલાયન્સ જિયો દિવાળી ઓફર લઈને આવ્યું છે. કંપનીની આ ઓફરમાં યુઝરને એક વર્ષ સુધી તમામ સુવિધા ફ્રીમાં આપશે. આ પ્લાનમાં કંપનીએ 100 ટકા સુધીની કેશબેકની ઓફર પણ આપી છે. આ પ્લાનની કિંમત 1699 રૂ. રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના આ દિવાળી ધમાકા પ્લાનમાં યુઝર્સને ફ્રી વોઇસ કોલિંગ તેમજ અનલિમિટેડ ડેટા મળે છે. આની વેલિડિટી એક વર્ષની છે. યુઝર્સને આખા વર્ષ માટે રોજ 1.5 GB અને આખા વર્ષમાં 547 GB ડેટા આપવામાં આવશે. આ પેકમાં 500-500 રૂપિયાના ત્રણ અને 200 રૂ.નું એક વાઉચર મળશે. આ સિવાય રોજના 100 એસએમએસ અને માય જિયો એપનું સબસ્ક્રિપ્શન ફ્રી છે. જિયોની આ દિવાળી ધમાકા ઓફર 18 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી માન્ય રહેશે. 


જિયોના દિવાળી પ્લાનમાં યુઝર્સ માટે 100 ટકા કેશબેકની ઓફર છે. પ્લાન પર યુઝરને ઓફર કેશબેક રિલાયન્સ ડિજિટલ કુપનના માધ્યમથી મળશે. યુઝર એનો ઉપયોગ માય જિયો એપ (My Jio App)ના માધ્યમથી કરી શકે છે. આ સિવાય રિલાયન્સ જિયોના અન્ય પ્લાનમાં પણ કંપની તરફથી 100 ટકા કેશબેકની ફેસિલિટી છે. જે પ્લાન પર 100 ટકા કેશબેક મળે છે એમાં 149 રૂ., 198 રૂ., 299 રૂ., 349 રૂ., 398 રૂ., 399 રૂ., 448 રૂ., 449 રૂ., 449 રૂ., 799 રૂ., 999 રૂ., 1,999 રૂ., 4,999 રૂ. અને 9,999 રૂ.ના પ્લાન શામેલ છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...