Reliance Jio Plans: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 3 ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન ફ્રી
Reliance Jio Plans: આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
Reliance Jio Plans: જુલાઈ મહિનાની શરુઆતમાં Jio યુઝર્સને મોટો ઝટકો મળ્યો હતો. રિલાયન્સ Jio ના સસ્તા રિચાર્જ પ્લાનની કીંમતો વધારી દેવામાં આવી હતી. જો કે આ વાતથી નિરાશ થયેલા લોકો માટે Jio તરફથી એક પછી એક સરપ્રાઈઝ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં Jio યુઝર્સ માટે 2 નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં અનલિમિટેડ કોલિંગ સાથે ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા સાથે મળશે ઘણું બધું
આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
આ પણ વાંચો: Jio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા..
Jio નો 949 રૂપિયાનો પ્લાન
Jio ના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની હશે. આ પ્લાનમાં યુઝરને રોજ 2GB ડેટા મળશે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. આ પ્લાનમાં યુઝરને રોજના 100 SMS પણ ફ્રી મળશે. સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે આ રિચાર્જ પ્લાનમાં યુઝરને ડિઝની પ્લસ હોટસ્ટારનું 3 મહિનાનું સબ્સક્રિપ્શન મળશે.
આ પણ વાંચો: આ 5 ભુલના કારણે બોમ્બની જેમ ફાટે છે સ્માર્ટફોન, તમે કરતા હોય તો આજથી સુધારી લેજો
Jio નો 1049 નો રિચાર્જ પ્લાન
Jio ના 1049 ના પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 84 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ ઉપરાંત ઓટીટી બેનિફીટ અંતર્ગત જિયો ટીવીના માધ્યમથી સોનિ લિવ અને ઝી5 નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
મહત્વનું છે કે Jio દ્વારા જુલાઈ મહિનાની શરુઆતમાં 2 સસ્તા પ્લાન બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્લાન 149 રૂપિયાનો અને 179 રૂપિયાનો હતો. આ પ્લાનમાં યુઝર્સને રોજ 1 જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળતું હતું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)