નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ યૂઝર્સને પ્રીપેડ પ્લાન્સની સાથે ઘણા આકર્ષક પોસ્ટપેડ પ્લાન પણ ઓફર કરી રહી છે. સસ્તા ભાવમાં સૌથી વધુ ડેટા અને શાનદાર બેનિફિટ્સ આપવાના મામલામાં રિલાયન્સ જિયો બીજી કંપનીઓને જોરદાર ટક્કર આપે છે. જિયોના પોર્ટફોલિયોમાં કેટલાક ટોપ સેલિંગ પ્લાન હાજર છે. 299 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે આવનાર આ પ્લાન્સમાં તમને અનલિમિટેડ 5જી ડેટાની સાથે ઓટીટી સબ્સક્રિપ્શન મળશે. સાથે આ પ્લાનમાં કંપની જિયો સિનેમાનું પણ ફ્રી એક્સેસ આપી રહી છે. આ બધા પ્લાન ફ્રી કોલિંગ સાથે આવે છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 299 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન
જિયોના આ પ્લાનમાં ઈન્ટરનેટ યૂઝ કરવા 30 જીબી ડેટા આપવામાં આવે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ યૂઝર્સે પ્રતિ જીબી ડેટા માટે 10 રૂપિયા ખર્ચ કરવા પડશે. ખાસ વાત છે કે કંપની એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન ડેલી 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટ્સમાં જિયો ટીવી અને જિયો સિનેમાનું ફ્રી એક્સેસ પણ મળે છે. આ સિવાય પ્લાનમાં તમને જિયો ક્લાઉડનું પણ એક્સેસ મળશે. 


આ પણ વાંચોઃ આ Hyundai કાર પર ભારે ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક


જિયોનો 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન
જિયોના આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે 75જીબી ડેટા મળશે. ડેટા લિમિટ ખતમ થયા બાદ યૂઝર્સે પ્રતિ જીબી ડેટા માટે 10 રૂપિયા ખર્ચ કરવા પડશે. ખાસ વાત છે કે કંપની એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાન ડેલી 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. જિયોના આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમાની સાથે જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 


જિયોનો 599 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટા મળશે. તો એલિઝિબલ યૂઝર્સને 5જી ડેટા પણ મળશે. આ પ્લાનમાં કોઈ એડ-ઓન ફેમેલી સિમ આપવામાં આવી રહ્યું નથી. આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. 
જિયોના આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમાની સાથે જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 


આ પણ વાંચોઃ  સરકારની ક્રિટિકલ વોર્નિંગ! Android 13, 12, 12L અને 11 યુઝર્સ જોખમમાં, તરત કરો આ કામ


જિયોનો 699 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની 100 જીબી ડેટા ઓફર કરી રહી છે. તો 5જી ડેટા પણ મળશે. આ પ્લાન ત્રણ એડ-ઓન ફેમેલી સિમ સાથે આવે છે. એડિશનલ સિમને કંપની દર મહિને 5જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને ફ્રી કોલિંગ મળશે. જિયોનો આ પ્લાન નેટફ્લિક્સ (બેસિક), એમેઝોન પ્રાઇમ વીડિયો, જિયો સિનેમા અને જિયો ટીવીની સાથે જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ ઓફર કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube