આ Hyundai કાર પર ભારે ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક

Hyundai Cars: તહેવારોની સિઝન જેમ જેમ વેગ પકડી રહી છે, કાર ઉત્પાદક કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ પર વિવિધ ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપી રહી છે.

આ Hyundai કાર પર ભારે ડિસ્કાઉન્ટ, 50 હજાર રૂપિયા સુધીની બચત કરવાની તક

Discount Offers On Hyundai Cars: તહેવારોની સિઝન જોર પકડી રહી છે, ત્યારે કાર ઉત્પાદક કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ પર વિવિધ ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપી રહી છે. હ્યુન્ડાઈ પણ આમાં સામેલ છે. તે પોતાની કાર પર અનેક પ્રકારની ઑફર્સ આપી રહી છે, જેમાં રોકડ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. ઑફર્સ ઑક્ટોબર 2023 માટે માન્ય છે.

Hyundai તેની i20 N Lineના પ્રી-ફેસલિફ્ટ મૉડલ પર 50,000 રૂપિયા અને નવી N-Line પર રૂપિયા 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. તેને ભારતમાં 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી.

Hyundai Grand i10 Nios
Grand i10 Nios હ્યુન્ડાઈની લોકપ્રિય કાર રહી છે. તહેવારોની સીઝન દરમિયાન કાર નિર્માતા આ હેચબેક પર રૂ. 43,000 ની ઓફર આપી રહી છે. Grand i10 Niosની કિંમત 5.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે વૈકલ્પિક CNG વર્ઝનમાં પણ વેચાય છે.

Hyundai Aura
Aura માત્ર Grand i10 પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી છે. તે કોમ્પેક્ટ સેડાન છે. Hyundai ઓક્ટોબર 2023માં આ સેડાન પર રૂ. 33,000ની ઓફર આપી રહી છે. ભારતમાં તેની સીધી સ્પર્ધા મારુતિ સુઝુકી ડિઝાયર, ટાટા ટિગોર અને હોન્ડા અમેઝ સાથે છે.

Hyundai Verna
Hyundai Verna લાંબા સમયથી ઉત્પાદનમાં છે. કાર નિર્માતાએ તાજેતરમાં ભારતમાં તેનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે, જેની કિંમત 10.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તહેવારોની સિઝનમાં Hyundai Verna પર 25,000 રૂપિયાની ઑફર્સ આપવામાં આવી રહી છે.

Hyundai Alcazar
આ Cretaથી ઉપરની SUV છે. આ 7-સીટર SUV 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 158bhp જનરેટ કરે છે, જે Kia Carens અને Kia Seltosમાં પણ ઉપલબ્ધ છે. તહેવારોની સીઝન દરમિયાન, Hyundai તેના પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

IND-PAK મેચ પહેલાં શુભમન ગિલને મળી ખુશખબરી, ICC એ આપ્યું મોટું એલાન
India vs Pakistan: ભારતના 5 બેટ્સમેન, જેમના નામથી જ વર્લ્ડ કપમાં થથરી જાય છે પાકિસ્તાન, યાદ આવી જાય છે નાની
Ind Vs Pak 2023: શ્રીલંકા પર ફતેહ કરી ભારત પર ચઢાઇ કરશે પાકિસ્તાન, શું રચી શકશે ઇતિહાસ?
રાત્રે ઉંઘતા પહેલાં જરૂર કરો આ કામ, સફળતા ચૂમશે તમારા કદમ, મુઠ્ઠીમાં હશે દુનિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news