ઝી બ્યૂરો, અમદાવાદઃ રોયલ એનફીલ્ડ ભારતીય માર્ગો પર અનેક નવી મોટરસાઈકલની ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલમાં કંપનીએ પોતાની નવી બાઈકનું ટેસ્ટિંગ કર્યું. રિપોર્ટ મુજબ આ મોટરસાઈકલનું નામ RE HUNTER 350 છે. આવો જાણીએ બાઈક વિશે તમામ માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારતમાં પર્ફોર્મેન્સ બાઈક બનાવતી પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની ROYAL ENFIELD હાલના સમયમાં 350 CC સેગમેન્ટની લીડર છે. જો કે નજીકના ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. રોયલ એન્ફીલ્ડને ટક્કર દેવા માટે HONDA અને JAWA કંપનીએ આ સેગમેન્ટમાં બાઈક લોન્ચ કરી છે. સેગમેન્ટમાં સૌથી આગળ રહેવા માટે રોયલ એન્ફીલ્ડ ભારતીય બજારો માટે અનેક નવી મોટરસાઈકલ પર કામ કરી રહી છે. જેને કંપની આવનારા સમયમાં લોન્ચ કરશે.


OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


કંપનીએ હાલમાં પોતાની METEOR 350 ક્રુઝર મોટરસાઈકલ લોન્ચ કરી છે. જેને ભારતીય ખરીદદારોએ ખુબ પસંદ કરી છે. રોયલ એન્ફીલ્ડે તેને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરી છે અને તેમા નવું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીનની પરફોર્મેન્સને લોકોએ ખુબ પસંદ કર્યું છે. કંપની હવે નેક્સ્ટ-જનરેશન CLASSIC 350ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ બાઈકમાં METEOR 350માં ઉપયોગ થયેલા પ્લેટફોર્મ અને એન્જીન મળશે.


Monalisa એ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં સેક્સી Photos કર્યા શેયર, સોશલ મીડિયામાં મચી ગઈ ધૂમ


આ સાથે જ રોયલ એન્ફીલ્ડ ભારતીય માર્ગો પર અનેક નવા મોટરસાઈકલની ટેસ્ટિંગ કરી રહ્યું છે. હાલમાં જ કંપનીએ એક નવી બાઈકનું ટેસ્ટિંગ કર્યું. રિપોર્ટ મુજબ આ મોટરસાઈકલનું નામ RE HUNTER 350 છે. ટેસ્ટિંગ દરમિયાન બાઈકમાં નાના હેંડલબાર સાથે એક ફ્લેટ ફ્યૂલ ટેંક આપવામાં આવ્યું છે. આ સાથે જ બાઈકમાં સ્પોર્ટી રાઈડિંગ પોઝિશન માટે મિડ-સેટ ફુટપેગ મળે છે.


નવી RE HUNTER 350માં નવા મોડ્યુલર જે પ્લેટફોર્મ પર આધારિત હશે, જે METEOR 350માં ઉપયોગમાં લેવાશે. બાઈકના ફ્રંટમાં પારંપરિક ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિયરમાં ટ્વીન શોક્સ મળશે. નવી મોટરસાઈકલનું એન્જીન 20 BHPનો પાવર અને 27NMનો ટોર્ક જનરેટ કરે છે.


Tradition of Tattoo: છૂંદણાની 12 હજાર વર્ષ જૂની પરંપરાનો મોર્ડન અવતાર એટલે ટેટુ, જાણો રોચક કહાની


નવી RE HUNTER 350માં બાઈકની સ્પાય તસ્વીરથી જાણવા મળે છે કે તેમાં પારંપરિક સાઈઝના એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. આ રોડસ્ટર બાઈકમાં નાના એગ્ઝોસ્ટ, નાના ફ્રંટ મડગાર્ડ સાથે રાઉન્ડ શેપ હેડલેંપ અને ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે. આ બાઈકમાં ટ્રિપર નેવિગેશન આસિસ્ટન્ટ પણ મળશે. આ ફિચરથી રાઈડિંગનો આનંદ વધી જશે. આ સાથે જ બાઈકમાં ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ સ્ટાન્ડર્ડ રૂપથી મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube