Smartphone Blast Reasons: પાછલા થોડા સમયથી ફોનમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. તમે તો નથી કરતા ને આ ભૂલો?  આ વાતો તમારે જાણવી ખૂબ જરૂરી. આમતો સ્માર્ટફોનમાં આ સંભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ આ સંભાવના એ વાત પર પણ નિર્ભર કરે છે કે આપણે પોતાના ડિવાઈસનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગે સ્માર્ટફોનમાં ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓની સાથે લગભગ 4500mAh અને તેનાથી વધારેની શક્તિશાળી બેટરી હોવાના કારણે તમારા સ્માર્ટફોનને સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તમે ભલે કોઈ પણ બ્રાન્ડના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ પરંતુ એવી પણ ઘણી ઘટનાઓ સામે આવી છે. જ્યાં નવા ફોનની બેટરી વગર કોઈ ચેતાવણીએ ફટી ગઈ છે. મોટાભાગના કેસમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સે તેને યુઝર્સની ભૂલ હોવાનો દાવો કર્યો છે. 


આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time


1) ફોનમાં કોઈ ડેમેજ થયા બાદ પણ ઉપયોગ કરવો 


જો તમે ફોન પાડો છો અને તેને કોઈ નુકસાન થાય છે તો તેનો ઉપયોગ કરવાનું તરત બંધ કરી દો અને સર્વિસ સેન્ટર પર ડિવાઈઝની તપાસ કરાવો. આવું એટલા માટે છે કારણ કે એક તૂટેલા ડિસ્પ્લે અથવા બોડી ફ્રેમમાં પાણી અથવા પરસેવો એન્ટર કરી શકે છે અથવા બેટરી ઉપયોગ કરવા લાયક નથી રહેતી. ડેમેજ ફોનનો ઉપયોગ કરવો જોખમ ભર્યું હોઈ શકે છે. 


2) નકલી અથવા ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ 
ફાસ્ટ ચાર્જિંગ એડેપ્ટરનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું જોઈએ. હંમેશા તેનો જ ઉપયોગ કરો જે તમારા સ્માર્ટફોન સાથે આવ્યું છે. વધારે પાવર રેટિંગ વાળા ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરી પર લોડ પડે છે. 


આ પણ વાંચો: Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
આ પણ વાંચો: ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો આજે જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ,ચાંદ જેવો ચમકશે ચહેરો
આ પણ વાંચો: રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ


3) થર્ડ પાર્ટી અથવા નકલી બેટરીનો ઉપયોગ 
ક્યારેય થર્ડ પાર્ટી અથવા નકલી બેટરીનો ઉપયોગ ન કરો. આવી બેટરીઓનો ઉપયોગ કરવાથી સુરક્ષા સંબંધી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ખરાબ લિથિયમ-આયન બેટરી વધારે ગરમ થાય છે અને તે આગ પકડી ફાટી શકે છે. 


4) સ્માર્ટફોન ગરમ થાય તો ઉપયોગ ન કરો 
જો તમને જાણ થાય કે સ્માર્ટફોન ડિવાઈસ સામાન્ય કરવા વધારે ગરમ થઈ રહ્યો છે તો તેને એક બાજુ સાઈડમાં મુકી દો. તેવા સમયે ચાર્જિંગ ન કરો અને તેને પોતાનાથી દૂર રાખો. 


5) ટ્રાવેલ વખતે આ રીતે કરો ફોન ચાર્જ 
કાર ચાર્જિંગ એડોપ્ટરનો ઉપયોગ કરવાની તુલનામાં ડ્રાઈવિંગ વખતે ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરવો વધારે સુક્ષિત છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં કાર માલિક થર્ડ પાર્ટી વેન્ડરથી એક્સેસરીઝ ઈન્સ્ટોલ કરાવે છે અને એવામાં વાયરિંગની ઈન્ટિગ્રિટી સાથે છેડછાડ થઈ શકે છે. તેના કારણે પાવર અચાનક વધે છે અને તમારો ફોન ફાટી શકે છે. 


6) ફોનને ઓવર ચાર્જ કરવો 
તમારો ફોન આખી રાત ચાર્જ કરવો અને ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો યોગ્ય નથી. 90 ટકા બાદ બેટરી ચાર્જ કરવી બંધ કરી દેવી જોઈએ. કારણ કે તેનાથી બેટરીની લાઈફ વધે છે. 


7) પોતાના સ્માર્ટફોનને ડાયરેક્ટ તાપમાં હોય ત્યાં ચાર્જ ન કરો
સુનિશ્ચિત કરો કે ચાર્જ કરતી વખતે તમારો ફોન સીધો તાપ આવતો હોય તેવી જગ્યા પર ન હોય. 


8) સ્માર્ટફોન પર દબાણ 
પોતાના સ્માર્ટફોન પર વધારે દબાણ ન મુકો. ખાસ કરીને ચાર્જ કરતી વખતે તેના પર દબાણ ન પડવું જોઈએ. 


9) પોતાના સ્માર્ટફોનને પાવર સ્ટ્રિપ અથવા એક્સટેન્શન કાર્ડ પર પ્લગ કરી ચાર્જ કરો 
પાવર સ્ટ્રિપ અથવા એક્સટેન્શન કાર્ડ ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે. 


10) લોકલ રિપેર શોપ પર ફોન આપવો 
લોકલ રિપેર શોપ પર પોતાના સ્માર્ટફોનને રિપેર કરવા ન આપો. ફક્ત ઓથોરાઈઝ્ડ કંપની સર્વિસ સેન્ટર પર જ જાઓ. લોકલ દુકાનોમાં કોઈ ખાસ સાધનોના અભાવથી રિપેર કરવામાં ગડબડી થઈ શકે છે.  


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube